(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
ગુજરાત ભાજપે દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 215 બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો. અન્ય બેઠકો માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થવાનું છે. ભાજપ (BJP) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાર્ટીએ 4 નગરપાલિકાઓ – હાલોલ, ભચાઉ, જાફરાબાદ અને બાંટવામાં બિનહરીફ જીત મેળવી છે. ભાજપના મતે આ બેઠકો પર વિપક્ષી પક્ષોના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
એસ. મુરલીકૃષ્ણે કહ્યું “રાજ્યમાં કુલ 170 સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ 696 છે, અને બેઠકોની સંખ્યા 4,390 છે.” “સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે 1,032 અને 244 છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ 25 હજાર પોલીસજવાનોને તહેનાત કરાશે.”
ભાજપ(BJP)ના નેતાઓના દાવાઓથી વિપરીત કોંગ્રેસે (Congress) આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ તેમના ઉમેદવારોને ચૂંટણી સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું. ભાજપે કોંગ્રેસના આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.