Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૧૦૮ યુવાનો દ્વારા ગુજરાતની વિધાનસભામાં માય ભારત દ્વારા આયોજિત વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચાર રજૂ કર્યા



(જી.એન.એસ)તા.30

 ગાંધીનગર,   

૨૯મી માર્ચ ૨૦૨૫ની રોજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, માય ભારત ગુજરાત દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના શીર્ષ ૧૦ યુવાનો દ્વારા બંધારણના ૭૫ વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૦૮ યુવાનો ઉપસ્થિત થયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા યુવાઓને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બનવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિશિષ્ઠ અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, રાષ્ટ્રીય સેવા યોજનાના ક્ષેત્રીય નિર્દેશક શ્રી કમલ કુમાર કર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ્યુરીમાં શ્રી કુંતલ નિમાવત, શ્રીમતી અંજલીબેન પટેલ, શ્રી ભરત ઢઢિયા, શ્રી અશ્વિન ત્રિવેદી અને શ્રી ઉત્સવ પરમાર દ્વારા સેવા આપવામાં આવી હતી. રાજ્ય સ્તરીય યુવા સંસદમાં કચ્છની આયુષી કેનિયાએ પ્રથમ સ્થાન, વડોદરાની સોનાલીકા નિગમે દ્વિતીય સ્થાન અને ગાંધીનગરના પ્રથમ ટાકોલિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ત્રણ વિજેતાઓ કેન્દ્રીય હોલ સંવિધાન સદનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરની કચેરીના સહયોગથી કરવામાં આવ્યું.

संबंधित पोस्ट

જામનગરમાં કોંગો ફીવરના કારણે એક વ્યક્તિ નું મોત

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નો પ્રારંભ થશે

Gujarat Desk

જિલ્લામાં એક વર્ષ દરમિયાન 28,000  પ્રોપર્ટી કાર્ડ બન્યા : ત્રણ લાખ જેટલા કાર્ડ બનાવવાનું કાર્ય આવનાર સમયમાં પૂર્ણ થશે

Gujarat Desk

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

PMEGP હેઠળ રૂ. 350 કરોડની સબસિડીનું વિતરણ, ગુજરાતમાં 352 નવા એકમો દ્વારા 3872 લોકોને રોજગાર

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk
Translate »