Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધા પૂર્વક ઊજવણી પાટણ શહેર માં પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ગ્રંથ ભંડાર માં શનિવારે લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી જેમાં સિદ્ધરાજ જયસિહે લાવેલા સાહિત્ય સંપદા ગ્રંથોની પૂજા – અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં જૈન સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો એ પણ દર્શનનો લાભ લીધો હતો પીપળા શેરીમાં આવેલી ઐતિહાસિક પંચાસરા પાર્શ્વનાથ જિનાલય અને નગીન પૌષધ શાળા પાસે આવેલું હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથ ભંડાર જ્ઞાનમંદિર ખાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ સહિત અન્ય ગ્રંથો , સાહિત્ય ખજાનો , તાડપત્રી અંકિત સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય સંપદા સંગ્રહ કરવામાં આવેલી છે પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ એ માળવા પર વિજય પ્રાપ્ત કર્યા પછી ઉજ્જૈન થી સમૃદ્ધ સાહિત્ય ખજાનો અહીં લાવ્યો હતો એનું સંવર્ધન અત્રે થઈ રહ્યું છે જૈન ગ્રંથ ભંડારમાં જ્ઞાનપંચમીએ પાટણ શહેર ના જૈન સમાજના શ્રદ્ધાળુઓ તેમજ અન્ય લોકો દ્વારા સાહિત્ય વારસાનું પૂજન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

REET-2022 આજે જ અરજી ભરો: 25 થી 27 સુધી, તમે ફોર્મમાં સુધારો કરી શકશો; આરબીએસઈએ બે વાર તારીખ લંબાવી છે

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

Karnavati 24 News

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin