OLX નામની ઓનલાઇન વેબસાઈટ પરથી કોઈ વસ્તુનું ખરીદ વેચાણ કરવું એ ખૂબ જોખમી બની રહે છે કારણકે તેમાં ઠગાઈ થવાનો ભય હોય છે આવો જ એક કિસ્સો ભુજ એરફોર્સના જવાન સાથે થયો. ૨૫ હજારની એક્ટિવા લેવા જતા ૮૬ હજારમાં ઘુતાઈ ગયો. બિહારનો વતની મનીષ ભુજ એરફોર્સમાં ફરજ બજાવે છે. વાહનની જરૂરિયાત હોતા તેને ઓએલેક્સ માંથી એક એક્ટિવા પસન્દ કરી. તેને વાહનના મલિક ભાવેશભાઈ જે વડોદરા આર્મીમાં છે તેવું જણાયું હતું તેની સાથે ફોનમાં બધી વાત કરી લીધી હતી. એક્ટિવા ખરીદવા માટે બંને વચ્ચે નક્કી થયું હતું. ત્યારબાદ ભાવેશે પાર્સલ ચાર્જ અને જીએસટીના બહાને મનીષ પાસેથી એડવાન્સમાં ૧૦ હજાર રૂપિયા મેળવી લીધા હતા અને રસીદ વોટ્સએપમાં મોકલી હતી. નક્કી કરેલ તારીખે ગાડી ન પહોંચતા, રસીદ પર લખેલા નંબર પર ફોન કરતા ગાડી ગાંધીધામ સુધી આવી ગઈ હોવાનુ જણાવીને ઇન્સ્યોરન્સ અને જીપીએસ એક્ટિવેટ કરવાના બહાને ટુકડે ટુકડે વધુ નાણાં માંગ્યા. વધારાની રકમ પરત થઈ જશે એવું જણાવીને તેણે ૮૬ હજાર રૂપિયા જમા કરાવી લીધા પણ એક્ટિવા મળ્યું ન હતું. બનાવ અંગે મનિષે પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખાતામાં રૂપિયા જમા કર્યા હતા તે કોઈ અજાણ્યા શખ્સો ઓપરેટ કરી રહ્યા હતા. ભુજ એ ડિવિઝન પોલીસે આ ઘટના અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો