મોડેલ ડે સ્કૂલ સણોસરામાં NCC દિવસની ઉજવણી કરાય આઝાદી ક અમૃત મહોત્સવ નિમિતે આજે ૨૬ ગુજરાત બટાલિયન દ્વઝઝ સુરેન્દ્રનગર મોડેલ ડે સ્કૂલ સણોસરામાં NCCના કેડેટ્સ દ્વારા NCC દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વઝઝના કેડેટ્સ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન અને એનસીસી.નું ગીત ગાવામાં આવ્યું અને મોડેલ ડે સ્કૂલ સણોસરાના NCCના કેડેટ્સ દ્વારા શાળામાં આખી શાળાની સફાઈ કરી અને તમામ કલાસરૂમ સફાઈ કરવામાં આવી હતી. શાળામાં આ દિવસના ભાગરૂપે તમામ કેડેટ્સ દ્વારા પરેડનો કાર્યક્રમ રાખવામાં આવેલ. દ્વઝઝ ના ચ સેવા યોજન N.S.S. UNITO કેડેટ્સ દ્વારા સણોસરા ગામમાં રેલી સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવામાં આવેલ. તેમજ શહીદોની મા ભોમને સલામ પર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડૉ.મનોજભાઈ જી ચૌહાણે દ્રઝઝના કેડેટ્સને શુભકામના પાઠવી હતી N.S.G. DAY અને દ્રઝઝ નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા મોડેલ ડે સ્કૂલ સણોસરાના શિક્ષકો એન.સી.સી.ના કેડેટ્સે જહેમત ઉઠાવી તે બદલ મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડૉ.મનોજભાઈ જી ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.
