Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો


નવસારી,

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ…કવિશ્રી  સુંદરમે કેસુડાના કામણ ઉપર લખેલું આ કાવ્ય વસંતઋતુમાં હરકોઈના મનમાં ગુંજી ઉઠે છે. ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્‌યાં છે.વનરાજી ફૂલોનો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળીના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કેસૂડાંએ રંગ જમાવવાની સાથે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિનો નિખાર તરી આવે છે ત્યારે મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં કેસૂડાંના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવાનો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિનાના આગમન કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, ઉનાળાનાં ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે.કેસૂડાંના ફૂલો સૂકવીને તેનો ભૂક્કો આખી રાત પાણીમાં પલાળીને સવારે ત્વચા પર લગાવવાથી બળબળતા તાપમાં પણ ત્વચાનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પહેલાના સમયે આ પ્રયોગ કરાતો,કેસૂડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે.

संबंधित पोस्ट

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk

REET-2022 આજે જ અરજી ભરો: 25 થી 27 સુધી, તમે ફોર્મમાં સુધારો કરી શકશો; આરબીએસઈએ બે વાર તારીખ લંબાવી છે

Karnavati 24 News

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન; કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર

Gujarat Desk

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News
Translate »