રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માગો સાથે છેલ્લા કેટલાય દિવસથી હડતાળ કરવામાં આવી છે. ત્યારે આજે ભાવનગરમાં હડતાલના 22માં દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.સરકાર પાસે અનેક વાર રજૂઆત કરાઈ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલ હડતાળ કરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓએ મુખ્યત્વે ત્રણ માંગ પૂરી કરવા સરકાર પાસે અનેકવાર રજૂઆતો કરી હતી. તેમજ વારંવાર થયેલી હડતાળને પગલે આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા સરકાર સાથે ચાર વખત બેઠક પણ યોજવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈ હલ ના આવતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તારીખ 8 ઓગેસ્ટથી ફરી હડતાળ શરૂ કરી હતી, આ હડતાળમાં આરોગ્ય વિભાગના ચાર કેટરો જોડાયા હતા. જેમાં MPHW, FHW, MPHS અને FHS વિભાગના ભાઈઓ અને બહેનો આ હડતાળમાં જોડાઈને તેઓની મુખ્ય માંગ પૂરી કરવા રજૂઆત કરવામાં આવી હતી.છેલ્લા 22 દિવસથી ચાલી રહેલી હડતાળ છતાં સરકાર સાથે નિષ્ફળ ગયેલી બેઠકને લઈને આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રોજ અનેકવિધ કાર્યક્રમો હડતાળના ભાગરૂપે આપવામાં આવે છે. ત્યારે આજરોજ હડતાલના 22મા દિવસે કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ પૂરી કરી અને પોતાનો જીવ ગુમાવનાર આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી તેના પરિવારને સંતત્વના પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો
