Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

પોરબંદરમાં સોનેરી મેડીકલથી ખાદી ભંડાર સુધી ડીવાઇડર બનાવવાનું કામ 15 માં નાણાપંચ સને 2020-21ની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂા. 17.26 લાખના ખર્ચે નિયત ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી

પોરબંદરમાં સોનેરી મેડીકલથી ખાદી ભંડાર સુધી ડીવાઇડર બનાવવાનું કામ 15 માં નાણાપંચ સને 2020-21ની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂા. 17.26 લાખના ખર્ચે નિયત ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી કોન્ટ્રાકટર દ્વારા આ કામ ચાલુ કરવા માંગતા હોય, આ રોડની અંદર ટ્રાફીક સમસ્યા ખૂબ ઉદભવી શકે તેમ હોય, જેથી આ કામગીરી કરવા માટે આ રસ્તો બંધ કરવાની જરૂરીયાત હોય, આ કામગીરી દરમ્યાન જૂના ડીવાઇડરને દૂર કરી ત્યાં નવુ ડીવાઇડર બનાવવાનું તથા ઇલેકટ્રીકના પોલ તથા સ્ટ્રીટ લાઇટ ફીટ કરવામાં આવશે. આ બાબતે લેડી હોસ્પીટલ વાળો રસ્તો, નવયુગ હાઇસ્કુલ વાળો રસ્તો અને જુના ફુવારા થઇ રેલ્વે સ્ટેશન થઇ એસ.વી.પી.રોડ પર ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે અને ટ્રાફીક સમસ્યાનું નિવારણ કરી શકાય તેમ છે, જેથી આ બાબત ધ્યાને લઇ દિવસ 30 માટે રસ્તા ડાઇવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત થઇ છે.

જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોષીએ જાહેરનામું બહાર પાડી, સોનેરી મેડીકલ થી ખાદી ભંડાર સુધી ડીવાઇડર બનાવવાનું હોય જેથી સોનેરી મેડીકલથી ખાદી ભંડાર સુધીના રસ્તા માટે વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન વાહનોએ લેડી હોસ્પીટલ વાળો રસ્તો, નવયુગ હાઇસ્કુલ વાળો રસ્તો અને જુના ફુવારા થઇ રેલ્વે સ્ટેશન થઇ એસ.વી.પી. રોડ જવાનું રહેશે તેવુ જણાવ્યું છે. આ જાહેરનામું તા. 28/02/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સજાને પત્ર થશે તેવું જણાવ્યું છે.

संबंधित पोस्ट

નવનિયુકત પદાધિકારી સમારોહ અને પ્રદેશ સમિતિ કાર્યકારણી

Karnavati 24 News

Hyundai की बिल्कुल-नई ‘Stargazer’ 7-सीटर MPV हुई लॉन्च, मिलेगी भरपूर केबिन स्पेस

Karnavati 24 News

असम “जिहादी गतिविधियों” का केंद्र बन रहा है: मुख्यमंत्री हिमंत बिस्वा सरमा

Karnavati 24 News

વિદેશ મંત્રી જયશંકરે કાહીરા પાર્કમાં બાપુને આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત

Admin

13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

Karnavati 24 News

क्या बीयर पीने के फायदे हो सकते है, जानिए कितनी सच्चाई है इस बात पे

Karnavati 24 News
Translate »