Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા; 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો



(જી.એન.એસ) તા.૨૫

બનાસકાંઠા,

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ભયાનક બનાવ બન્યો હતો. વર્ષ 2022માં નોંધાયેલી ફરિયાદ બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આ ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા મળી છે અને આ સજાને લઈને મોટું એલાન થયું છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાઇ હતી. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ મોટો ચુકાદો આપ્યો છે. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ સહિત 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમીરગઢ પંથકમાં જે ત્રણ વર્ષ પહેલા એક દુષ્કર્મની ઘટના બની હતી ત્રણ વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી અને જેને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે 2022માં ફરિયાદ નોંધાઈ હતી.  પાલનપુર તાલુકાનો જે શ્રમિક પરિવાર છે તે ખેતરમાં જે પ્રકારની મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાના દિવસે આરોપી બાળકી જ્યાં રમતી હતી ત્યાં પહોંચ્યો હતો. મોતીભાઈ ચૌહાણ નામના આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. જો કે આ તમામ જે બાબતોની મેડિકલ રીપોર્ટને લઈને જેના આધારે પાલનપુર તાલુકા મથકે પોક્સોની ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે જે બાબત કાર્યવાહી કરી હતી અને પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. જો કે સરકારી વકીલોની દલીલને આધારે જે આરોપી મોતી ચૌહાણ છે તેને આજીવન કેદની સજા ફટકારી છે અને 50,000 નો દંડ પણ ફટકારાયો. આ ચુકાદો પુરાવા ગ્રાહ્ય રાખીને સજા ફટકારવામાં આવી છે. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો અને હવે ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા થઇ છે.

संबंधित पोस्ट

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ‘ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ’નો પાંચમો પદવીદાન સમારોહ સંપન્ન

Gujarat Desk

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Admin

કેવડિયામાં રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાઈ

Karnavati 24 News

વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ

Gujarat Desk
Translate »