(જી.એન.એસ) તા. 25
અમદાવાદ,
પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અને સંસ્થાનના વિકાસમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનને ઉજાગર કરવો અને વિદ્યાર્થીઓના ભવિષ્યના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમ શાળાના વિકાસ અને સિદ્ધિઓને ઉજાગર કરવા માટે એક સફળ મંચ સાબિત થયો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વાય પી સિંહ, ભૂતપૂર્વ ઉપઆયુક્ત, કેન્દ્રિય વિદ્યાલય સંગઠન, તેમના ઉપસ્થિત દ્વારા કાર્યક્રમની શોભા વધારી હતી.