Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પોરબંદરમાં ABVP દ્વારા સામાજિક સમરસતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદરની એમ.ઈ. એમ. સ્કુલમાં સામાજિક સમરસતા દિવસએ.બી.વી.પી. દ્વારા ઉજવવામાં આવ્યો હતો.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં ૬ ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પુણ્યતિથિને સામાજિક સમરસતા ક્વિસ તરીકે ઉજવે છે. સામાજિક સમરસતા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિવિધ શાળા-કોલેજમાં બાબાસાહેબના જીવનચરિત્ર પર વક્તવ્ય આપી તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થી ડોક્ટર બાબાસાહેબની જેમ પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં સારું શિક્ષણ મેળવી દેશ માટે કાર્ય કરે. તેમજ સામાજિક સમરસતા માટે સામાજ જાગૃતિ આવે તેવા કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવી જેવાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેથી સામાજિક સમરસતા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા એમ.ઈ. એમ. સ્કૂલમાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના જીવનચરિત્ર પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિવિધ શાળા-કોલેજમાં બાબાસાહેબના જીવનચરિત્ર પર વક્તવ્ય આપી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક પણ જોડાયા હતા. વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

संबंधित पोस्ट

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી બની .

Admin

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

Admin

પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે – નરેન્દ્ર મોદી

Admin