(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદિવાસી ભાઈ-બહેનો અને તેમને અહીંયા લઇને આવેલા 20 એસ્કોર્ટ માટે તારીખ 18 જાન્યુઆરી, 2025થી 23 જાન્યુઆરી, 2025 સુધી વિવિધ શૈક્ષણિક અને અનુભવ શિક્ષણ આધારિત ફિલ્ડ – એક્સપોઝર મુલાકાતો અંગેના સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રતિભાગી યુવાનો માટે ભાષણ સ્પર્ધા, યુવા મોક સંસદ અને સાંસ્કૃતિક સમૂહ લોક નૃત્ય જેવી સ્પર્ધાઓનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આયોજકો દ્વારા જિલ્લા પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશેષ સહયોગથી જ્યાં પ્રતીભાગી યુવાનોને અમદાવાદની સિટી ટુર દરમિયાન ગાંધી આશ્રમ, સાબરમતી રિવફ્રન્ટ, ફ્લાવર શો, અટલ બ્રિજ અને સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવી હતી. ગાંધીનગર – અમદાવાદની શૈક્ષણિક એક્સપોઝર મુલાકાત દરમિયાન CRPF ગાંધીનગર ગ્રુપ સેન્ટર, ગુજરાત વિધાનસભા કે જેમાં માનનીય વન, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને જળસ્ત્રોત મંત્રી શ્રી મુકેશ ભાઇ પટેલ સાથે ઈન્ટરેક્ટ કરી અનુભવો શેયર કરવાનો અવસર પ્રાપ્ત થયો, ત્યાં જ ગાંધીનગર ગિફ્ટ (GIFT) સિટી, દાંડી કુટીર અને અમૂલ ડેરીની શૈક્ષણિક મુલાકાત દ્વારા તેઓનુ જ્ઞાનવર્ધન પણ કરવામાં આવ્યું.
આ સાથેજ પ્રતિભાગીઓ માટે આયોજન કરાયેલ વિવિઘ સ્પર્ધાઓ જેવી કે મોક યુવા સંસદમાં છત્તીસગઢ અને ઓડિશાના તમામ પ્રતિભાગી જિલ્લાઓના યુવાનોએ ભાગ લઇ વિકસિત ભારત@2047 વિષય પર મોક સંસદમાં ભાગ લીધો હતો. તો દેશ ભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિષય પર આધારિત ભાષણ પ્રતિયોગિતામાં જિલ્લા કંધમાલના જીતુ નાયકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સામૂહિક આદિવાસી લોકનૃત્ય ઓડિશાના કાલાહાંડી જિલ્લાની ટીમ અવ્વલ આવી હતી. આયોજકો દ્વારા વિજેતાઓને રોકડ પ્રોત્સાહન રકમ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે જ પ્રતિ દિન પ્રાતઃ કાળે પ્રતિભાગી યુવાનોને રાજ્ય યોગ બોર્ડના અમદાવાદ પૂર્વ સમન્વયક શ્રી પ્રફુલ સાવલિયા અને તેમની ટીમ દ્વારા યોગાભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા અંગે શૈક્ષણિક અને પ્રેક્ટિસ સેશન દ્વારા જાગરૂક કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉપરોકત કાર્યક્રમનું આયોજન પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદની કચેરી દ્વારા જિલ્લા પ્રશાસન અને રાજ્ય નિર્દેશક NYKS -MYBHARAT ગુજરાતની કચેરીના સહયોગથી 24 જાન્યુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે.