ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તા. ૨ થી ૮ મી ફેબ્રુઆરી સુધી આયોજિત “સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન” સપ્તાહ કાર્યક્રમ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના મુલ્યોનું અપમાન, ડૉ. બાબાસાહેબના અપમાન સામે અને સંવિધાન બચાવો અન્વયે “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” ના નારા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના ૨૪૩ તાલુકામાં અભિયાન શરૂ થશે. “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” ગુજરાતના તમામ તાલુકામાં તા. ૨ થી ૮ ફેબ્રુઆરી થી વ્યાપક કાર્યક્રમની કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા તા. ૨ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન સપ્તાહ યોજાશે. જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોને તાલુકા દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને ટીમ કોંગ્રેસ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમ થી વધુમાં વધુ લોકો સુધી પહોંચવા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભાજપા-આર.એસ.એસ. દ્વારા મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરજીના થયેલ અપમાન અંગે “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” લોકતાંત્રિક પધ્ધતિથી કાર્યક્રમ રાજ્ય વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. મહાત્મા ગાંધીની વિરાસત પર સતત હુમલો, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન. સંવિધાન પર સતત હુમલો એ ભાજપા-આર.એસ.એસ.ની સાજિશના ભાગરૂપે સમગ્ર દેશમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ પણે નાગરિકોમાં જાગૃતિ માટે સ્થાનિક સ્તરે જનસંપર્ક આપશે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) સહિત નબળા વર્ગના બંધારણીય હક્ક-અધિકાર પર ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા સતત હુમલાએ ભારત રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. શિક્ષણનું ખાનગીકરણ, બેરોજગારીની વ્યાપક સમસ્યા, વધતી જતી અસમાનતા, શિક્ષણ સંસ્થાઓ પર હુમલા બંધારણીય સંસ્થાઓને ખોખલી કરી નાખવાના સતત પ્રયાસો, દેશની ધરોહર પર કુઠારઘાત સમાન છે. ઊદ્યોગગૃહો-મુડીપતિઓના ૧૭ લાખ કરોડના દેવા માફ, બીજીબાજુ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ પાસેથી બેફામ ટેક્ષ વસૂલાત “ટેક્ષ ટેરીરીઝમ” ના લીધે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ ભારે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે, દેશ હિતમાં ગુજરાતના નાગરિકો જાગૃત બને તેવી અપીલ છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા