Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો તમામ શાળાઓને આદેશ



(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

સુરતનાં ગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ને ધ્યાનમાં લઇ અમદાવાદ ડીઇઓએ ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ આપ્યા છે.

સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઇ જાતની ચર્ચા ન કરવા સૂચના અપાઇ છે. જેમાં કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. ફીના આદેશ અંગે DEO રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં વાલીઓ પાસે ઉઘરાણી કરવી જોઇએ. ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. ત્યારે જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.

આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીનીના આપઘાત અંગે DEOની ટીમે તપાસ પણ શરુ કરી છે. જેમાં DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ ટીમે cctvની ચકાસણી કરી છે. સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે અને આપઘાત અંગે પુરાવાઓ એકત્રિત કર્યાનો દાવો તેઓએ કર્યો હતો.

संबंधित पोस्ट

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

Admin

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી અમદાવાદ પોલીસ પર પથ્થરમારો; 6 લોકોની અટકાયત  

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું

Gujarat Desk

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર, જાણો શું છે આ વિધેયક

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા

Gujarat Desk
Translate »