Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

ગુજરાત સહિત દેશભરામાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે રાંધણ ગેસમાં રૂ.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 350નો વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ મુદ્દે ગુજરાત વિધાનસભા પરિસરમાં વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ દાખવવામાં આવ્યો હતો. વધતી જતી મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પાર્ટીના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન તેઓ એલપીજી ગેસ સિલિન્ડર પોતાના ખભા પર લઈ સંકુલ બહાર ફર્યા હતા.

જણાવી દઈએ કે, ગાંધીનગર ખાતે શુક્રવારે વિધાનસભાની કામગીરીના પ્રારંભે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ મોંઘવારી, ગેસ અને તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યો હતો. ઉપરાંત, વિપક્ષ દ્વારા નકલી પીએસઆઇ અને બટાકા-ડુંગળીના વધતા ભાવ મુદ્દે પણ વિરોધ દાખવવામાં આવ્યો હતો. દરમિયાન મોંધવારી અને ગેસના ભાવને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કાર્યકરો સાથે દેખાવો કર્યો હતો. અમિત ચાવડાએ પોતાના ખભા પર એલપીજી ગેસનો બાટલો રાખી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

વિવિધ બેનરો લઈ વિપક્ષની સરકારને ઘેરવાની કોશિશ 

આ સાથે વિપક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિવિધ બેનરો લઈ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. જ્યારે વિધાનસભા સંકુલની બહાર પોલીસે કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. વિપક્ષે જણાવ્યું કે, હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં સરકાર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો કરીને સામાન્ય જનતા પર મોંઘવારીનો માર નાખી રહી છે. માત્ર ગેસ સિલિન્ડર જ નહીં, પરંતુ ખાદ્ય અને શિક્ષણ સહિત વિવિધ સેક્ટરમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

संबंधित पोस्ट

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

Admin

પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે – નરેન્દ્ર મોદી

Admin

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

Admin

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

Admin
Translate »