રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી.ની સીટી બસ સાથે જોડાયેલ વિવાદ થોભવાનું નામ જ નથી લઈ રહ્યો. ફરી ગેરરીતિને કારણે કંડકટરો થયા સસ્પેન્ડ રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા તા.૨૧ નવેમ્બરથી તા.૨૭ નવેમ્બર દરમિયાન કુલ અંદાજીત ૯૦,૩૮૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૩,૦૯૬ મુસાફરો દ્વારા સીટી બસ સેવાનો લાભ લેવામાં આવ્યો હતો. સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૪,૧૭૫કિ.મી. ની પેનલ્ટી મુજબ ૧,૪૬,૧૨૫ની પેનલ્ટી કરવામાં આવેલછે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ ૧૨,૭૦૦ની પેનલ્ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા માટે ૧૨ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા ૦૧ કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડકરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન કુલ ૧૩ મુસાફરો ટીકીટ વગર મુસાફરી કરતા ઝડપાયા જેમાં તેમની પાસેથી ૧૪૩૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮ BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં ૨૧ નવેમ્બરથી તા.૨૭ નવેમ્બર દરમિયાન ૫૮,૭૫૧ કિ.મી.ચાલી તથા કુલ ૧,૮૪,૫૪૬ મુસાફરો દ્વારા તેનો લાભ લીધો હતો. BRTS બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.૧,૬૦૦ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે.