(જી.એન.એસ) તા.૧૭
બનાસકાંઠા,
એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજા ઘટના આવી સામે છે. બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી. વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે. બનાસકાંઠામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં, ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, યુવતીને ઉપાડવા આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ યુવકોને માર મારી માથાના વાળ કાપીને તાલિબાની સજા આપી હતી. આ વાયરલ વીડિયો આગથળા પો.સ્ટે. વિસ્તારનો હોવાનું અનુમાન કરાયું છે. અસામાજિક તત્વોએ સ્થાનિક પોલીસનો કોઈને ડર ન હોય તેવાં દ્રશ્યો સામે આવ્યા છે. એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજા ઘટના આવી સામે છે. અગાઉ બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારની આસપાસ પ્રેમની સખ્ત વિરૂદ્ધ ગ્રામજનો દ્વારા અપાતી તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક પ્રેમિકાને મળવા જતા ગ્રામજનોએ તાલિબાની સજા આપતા ફરી એકવાર ચકચાર મચી ગઈ હતી. યુવક પ્રેમિકાને મળવા જતાં ગ્રામજનોએ રંગે હાથે ઝડપી તાલિબાની સજા આપી છે. યુવકને ઝાડ સાથે બાંધી યુવકનું કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મોડી રાત્રે બે યુવકો તેમની પ્રેમિકાને મળવા જતાં ગામના લોકોએ યુવકોનું મુંડન કરી તાલિબાની સજા આપી હતી. એટલું જ નહિ આ આગાઉ પણ તાલિબાની સજા આપતો તથા પ્રેમિકાના સબંધીઓ દ્વારા યુવકોને ઢોર માર મારવા જેવા અનેક વીડિયો વાયરલ થયેલા જોવા મળ્યા છે.