Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

સુરત શહેરમાં રાજ્યની સૌથી ઊંચી સરકારી ઇમારત બનાવવાનો માર્ગ મોકળો થયો છે. પાલિકાના નવા આઇકોનિક વહીવટ ભવનની ડિઝાઇનને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સ્પેશ્યલ ટેકનિકલ કમિટી (STC) દ્વારા શુક્રવારે ગ્રીન સિગ્નલ અપાયું હતું. પાલિકાના નવા આઇકોનિક બિલ્ડિંગની ડિઝાઇનને મંજૂરની મ્હોર મારતા પહેલા તમામ બાબતોનો પુખ્ત વિચાર કરવામાં આવ્યો છે. ચોક્કસ ટેકનિકલ બાબતોની પૂર્તતા કરવા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે અત્યાર સુધી ગાંધીનગર ખાતે યોજાયેલી વિવિધ બેઠકોમાં ઉપસ્થિત મ્યુ. કમિશનર બંછાનિધિ પાની તથા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરનારા ઝ્રસ્ડ્ઢ કન્સલટન્ટ દ્વારા તમામ બાબતોનો વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ તૂટીઓ કહો કે ક્વેરીઓ ગત સપ્તાહે જ પૂર્ણ થઇ હતી. સ્પેશ્યલ ટેક્નિકલ કમિટી દ્વારા આગામી તા. 8મી જુલાઇના રોજ પાલિકાના આઇકોનિક ભવનને મુદ્દે ફાઇનલ બેઠક બોલાવી છે.

શુક્રવારે ઓનલાઇન યોજાયેલી આ બેઠકમાં સ્પેશ્યલ ટેકનિકલ કમિટીએ પ્રોજેક્ટને સત્તાવાર બહાલી આપી હતી. આ સાથે જ વર્ષોથી કાગળ ઉપર ચાલી રહેલું પ્લાનિંગ હવે હકીકત બનવા તરફ વધુ એક ડગલું આગળ વધ્યું છે. રૂપિયા 950 કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થનારા આઇકોનિક ટાવરમાં ત્રણ પોડિયમ ફલોર હશે. બંને ટાવરની ઊંચાઇ 108 મીટર અને ફલોર 28 હશે. રિંગરોડ તરફના ભાગે પાલિકાનું વહીવટી ભવન બનશે. પાછળના ટાવરમાં અન્ય સરકારી વિભાગોની ઓફિસો કાર્યરત થશે. પ્રોજેક્ટને બહાલી આપતા પહેલા બંને ટાવરની ડિઝાઇનમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને પગલે લોડ ફેક્ટરમાં પણ વધારો થયો હતો. ઇમારતની મજબૂતાઇને ધ્યાનમાં લેતા કમિટીએ અગાઉ 1.0ના લોડ ફેકટરને વધારી 1.3 કર્યું છે. જેથી બિલ્ડિંગ પહેલા કરતા વધુ મજબૂત બનશે. તેવો તંત્ર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

संबंधित पोस्ट

અમદાવાદના AMC ગાર્ડનમાં મહિલાની નિર્દયતાથી હત્યા, આરોપીએ નદીમાં છલાંગ લગાવીને કરી આત્મહત્યા

Gujarat Desk

નવેમ્બર માસમાં એશિયાઈ ચલણોમાં રૂપિયાની સૌથી નબળી કામગીરી..!!

Gujarat Desk

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા

Gujarat Desk

મ્યુચ્યુઅલ ફંડનું મેગા ઇન્વેસ્ટમેન્ટ : વર્ષ ૨૦૨૫માં ઇક્વિટી રોકાણ રૂ.૪ લાખ કરોડને પાર…!!

Gujarat Desk

એપ્સટેઈન ફાઇલ રિલીઝ મામલે યુએસ ન્યાય વિભાગના સંચાલનથી અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ફેલાઈ

Gujarat Desk
Translate »