‘પ્રેરણા સંકુલ’ : આધુનિક શિક્ષણની સાથોસાથ નૈતિક મૂલ્યોના પાઠ
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરતું ‘પ્રેરણા સંકુલ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું. ‘પ્રેરણા સંકુલ’ વડનગરની એ ઐતિહાસિક પ્રાથમિક શાળા છે જ્યાંથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. 1888માં સ્થાપિત થયેલ આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે.
#Vadnagar