મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી સંલગ્ન વિવિધ કામગીરી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
આ અંતર્ગત અકસ્માત થવાની વધુ સંભાવના ધરાવતા માર્ગો પર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ તથા રોડ ફર્નિચર ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવાના કામો હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ રોડ પરિવહન વધુ સુરક્ષિત બનશે.