Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

(જી.એન.એસ) તા.૨

ગાંધીનગર,

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા  વહીવટીતંત્ર,ગાંધીનગર દ્વારા આયોજિત KMK-3.0 શાળા/ગ્રામ્ય કક્ષા સ્પર્ધા ગાંધીનગર  ઈન્ટર નેશનલ પબ્લિક સ્કૂલ, રાંધેજા રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય તથા રમતગમત મંત્રીશ્રી હર્ષ  સંઘવીએ શાળાના બાળકોને જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજીથી  જરૂર જોડાવાનુ છે, પરંતુ મનને તંદુરસ્ત રાખવા જીવનમાં ગમે તેટલા પડકાર આવે તેને પાર કરવા, મેદાનની માટીમાં રમવાનું ચાલુ રાખજો, રમતમાં થોડી શારીરિક તકલીફો ઉઠાવવાનું ચાલુ કરવું પડે. તેમણે રાંધેજા સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જીવનમાં કંઈક બનવાનું સપનું જોયું હોય એને સફળ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે, અને અત્યારથી જ કરવી પડે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ભારતનો તિરંગો દુનિયામાં લહેરાવવા માટે નરેન્દ્ર ભાઈ મોદી અથાક પ્રયત્નો કરી રહ્યા છે, ગુજરાતના રમતવીર દીકરા – દીકરી જેવી નામના તમે પણ પ્રાપ્ત કરો અને દરેક રમતમાં શાળામાં ભાગ લો. દર વર્ષે ખેલ મહાકુંભ કે કોઈ એક રમતમાં ભાગ લો અને રમત સાથે જોડાયેલા રહો. રમત મંત્રીશ્રી સંઘવીએ દોડ, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચના રમતવીરોને મેદાન પર જઈને  મળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વોલીબોલના  રમતવીરો માટે તેઓએ બાળકની જેમ વોલીબોલ હવામાં ઉછાળીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. તેઓ થોડીવાર વોલીબોલ રમ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, આઈ આર વાળા સચિવ, SAG,DEO, DPEO, જિલ્લા રમત ગમત અધિકારી તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

संबंधित पोस्ट

બપાડાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત

Gujarat Desk

સંસદનો પ્રશ્ન: દેશમાં વધતા જતા ઈ-કચરાનું સંચાલન

Gujarat Desk

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકતા માનવ સાંકળ યોજાઈ : ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

Admin

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત

Gujarat Desk

ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી

Gujarat Desk

દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સંત સુરદાસ યોજના મહત્વપૂર્ણ: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

Gujarat Desk
Translate »