
(જી.એન.એસ) તા.૨
હિંમતનગર,
(જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ)રાયગઢ ની શ્રી એન. જી.જોશી હાઇસ્કુલમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સ્કાઉટ ગાઈડ બાળકોની રાજ્યપાલ એવોર્ડ માટેની રાજ્ય પુરસ્કાર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના રાજ્ય પુરસ્કાર પરીક્ષા માં સ્કાઉટ બાલવીરોની સંખ્યા ૩૨ અને ગાઈડ વીર બાળાઓની સંખ્યા ૧૬ અને રેન્જર બાળાઓની સંખ્યા ૦૨ એમ કુલ 5૦ સ્કાઉટ – ગાઈડ રેન્જર બાળકોએ રાજયપુરસ્કાર પરીક્ષા સાબરકાંઠા & અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ની રાહબરી માં આપી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના અધિકારી સ્કાઉટ લીડર ટ્રેનર શ્રી મનહરભાઈ ઠક્કર અને ગાઈડ આસીસ્ટન લીડર ટ્રેનર શ્રીમતી સુશીલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ – ગાઈડ સંઘના હોદ્દેદારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં જિલ્લા ગાઈડ કમિશનર શ્રીમતી ડો. ભારતીબેન ચૌધરી, સ્કાઉટ કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર, આસિસ્ટન્ટ જિલ્લા ગાઈડ કમિશનર શ્રીમતી નિપુણાબેન શાહ, આસિસ્ટન્ટ જિલ્લા ઓર્ગેનાઈઝર્સ ગાઈડ કમિશનર શ્રીમતી વૈશાલીબેન પટેલ, રેંજર ગાઈડ કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર, આસિસ્ટન્ટ જિલ્લા સ્કાઉટ કમિશનર શ્રી ફરીદભાઈ મન્સૂરી, ઓર્ગેનાઈઝર્સ સ્કાઉટ કમિશનર શ્રી વિષ્ણુભાઈ, આજીવન સભ્યઅને રાયગઢ કેળવણી મંડળના મંત્રી ચૈતન્ય ભાઈ ભટ્ટે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. હાઈસ્કૂલના આચાર્ય શ્રી પરેશભાઈ પટેલ તથા ઓગૅ.કમિશ્નર શ્રીમતી અલ્કાબેન પટેલ , સ્કાઉટર મહોબતસિંહ સોલંકી , શ્રી ખેમાભાઈ પટેલે પરીક્ષાર્થીઓ માટે ચા નાસ્તો પાણી અને ભોજનની સુંદર રીતે વ્યવસ્થા નું આયોજન કર્યું હતું. રાયગઢ પ્રમુખશ્રી અને સભ્યોએ અને સમગ્ર સ્ટાફ શિક્ષક ભાઈ બહેનોએ બાળકો સાથે આનંદથી ભોજનનો લાહવો લીધો હતો.નાનપણ થી જ બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ માટે સ્કાઉટ ગાઈડ માં તબક્કાવાર તાલીમ આપી પ્રથમ સોપાન દ્વિત્ય સોપાન તૃતીય સોપાન રાજ્ય પુરસ્કાર અને છેલ્લે રાષ્ટ્રપતિ પુરસ્કાર ટેસ્ટીંગ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે . રાજય પુરસ્કાર માં પાસ થનાર બાળકો ગાંધીનગર મુકાર્મે રાજ્યપાલ શ્રી ના હસ્તે એવોર્ડ સર્ટીફીકેટ પ્રાપ્ત કરે છે.