પાટણ જીલ્લા ના સરસ્વતિ ના વાહણા ગામ ખાતે સેલ્ફી સ્ટાર ગ્રુપના 22 યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું સરસ્વતી તાલુકાના વાહણા ગામે સેલ્ફી સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સરસ્વતી તાલુકા ના વાહણા ગામે સમસ્ત સેલ્ફી સ્ટાર ગ્રુપ દ્વારા રામદેવપીર ના મંદિર પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં 22 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.રકતદાન કરનાર દરેકને ડોનરને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સરસ્વતી તાલુકા ઠાકોર સેના પ્રમુખ ભવાનજી ઠાકોર, સિધ્ધપુર બ્લડ સેવા સમિતિ ટીમ, નટુજી ઠાકોર ભેમોસણ, હીરાજી ઠાકોર અખિલ એકતા સમિતિ મંત્રી , બચુજી ઠાકોર વાહણા, મુકેશ ઠાકોર અજુજા , સરસ્વતી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કનુજી ઠાકોર, સરસ્વતી તાલુકા ડેલિકેટ ભાજપ પોપટજી ઠાકોર સહિત સરસ્વતી તાલુકા ઠાકોર સેના ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એચ.કે.બ્લડ બેન્ક પાટણ અને સેલ્ફી સ્ટાર ગ્રુપ ના પ્રમુખ કલ્લુ ઠાકોર ઉપ પ્રમુખ આર.જે ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી
