મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રો-એક્ટિવ એપ્રોચ અપનાવવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા કરી કામગીરી ત્વરાએ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા.