Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મારી યોજના’ પોર્ટલ, ‘સ્વાગત 2.0’ અને ‘કનેક્ટ ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુશાસન દિવસના ઉપલક્ષમાં ગુડ ગવર્નન્સ થકી જનકલ્યાણની નેમ સાથે ‘મારી યોજના’ પોર્ટલ, ‘સ્વાગત 2.0’ અને ‘કનેક્ટ ગુજરાત’ પહેલ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પ્રકલ્પો, શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યો, રાજ્યની 34 નગરપાલિકામાં સીટીઝન સિવિક સેન્ટર જેવા અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોના ગુણવત્તાસભર જીવનમાં વધારો કરવાની સાથે વિકાસમાં વધારો કરવા હેતુ વિવિધ MoU કરવામાં આવ્યા હતા સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાન અન્વયે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારના વિભાગોને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

 

મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આપેલ સંકલ્પો સુશાસનને ગતિ આપે છે. તેમણે કર્તવ્યનું પાલન કરી ‘સૌના સાથ, સૌના વિકાસ’નો ધ્યેય સુશાસનથી સાકાર કરવા માટે સૌને પ્રેરિત કર્યા હતા.

 

મુખ્યમંત્રીશ્રીએ આજે લોન્ચ કરવામાં આવેલ અનેકવિધ પહેલોની રૂપરેખા અને મહત્ત્વ જણાવતા આવનાર વર્ષમાં અટલ સુશાસન પુરસ્કાર, સુશાસનને પ્રોત્સાહન આપતી વ્યાખ્યાનમાળાઓ, અટલ સુશાસન પુરસ્કાર, અટલ ઇનોવેશન સ્કોલરશીપ સહિતના અનેક પ્રોત્સાહન શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી તેમજ રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના સંકલ્પને સુશાસન દ્વારા લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

  1. #GooDGovernanceDay

संबंधित पोस्ट

जयपुर – डॉक्टर सौम्या गुर्जर को कौर्ट से मिली राहत

Admin

मर्सिडीज बेंज इंडिया ने देश में मेबैक एस-क्लास कार पेश की, जानिए क्या है कीमत?

Karnavati 24 News

सरकार के रोने से नाराज विधायक सेंट्रल पार्क में 12 घंटे दौड़कर पहुंचे मंत्री महेश जोशी रुकने के लिए ट्रैक पर बैठे

Karnavati 24 News

 અવડી લતે ચડેલા પુત્રને સુધારવા, પિતાએ ધાર્મીકતાનો સહારો લેતા રૂ. 17.20 લાખ ગુમાવ્યાં

Karnavati 24 News

मरहूम पंजाबी गायक सिद्धू मुसेवाला के पिता की तबीयत बिगड़ी, अस्पताल दाखिल

Karnavati 24 News

रेलवे भर्ती परीक्षा रिजल्ट पर बवाल क्यों? जानिए हर सवाल का जवाब

Karnavati 24 News
Translate »