અમદાવાદમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.25 થી 31 ડિસેમ્બર, 2024 દરમ્યાન નગરજનોના મનોરંજન માટે આયોજિત કાંકરિયા કાર્નિવલ-2024નું શુભારંભ તેમજ અંદાજિત ₹868 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું ,આ ખાસ પ્રસંગે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયરશ્રી, કમિશનરશ્રી, પદાધિકારીઓ તથા નગરજનોએ હાજરી આપી.