



અમદાવાદ, ગુજરાત: વટવા વિસ્તારમાં આવેલા વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાનાં સ્થાપક અને અધ્યક્ષ, શ્રી ડૉ. અમિતકુમાર રાવલ તેમજ ભગિની સંસ્થા રીજનરેટ નેશન સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ. મેહબૂબઅલી સૈયદ, સંસ્થાનાં સભ્યો, સ્થાનિક આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી કુલદીપદાન ગઢવી સાહેબ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ શ્રી રબારી સાહેબ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં શ્રી અસ્ફાક શૈખ (માલદાર)ને વિવેક ફાઉન્ડેશનની ભગિની સંસ્થા એવી રીજનરેટ નેશન સંસ્થામાં વટવા વિધાનસભા નાં અધ્યક્ષ તરીકે નિમણૂંક આપી હતી. તેમજ શ્રી શેઝાદ ખાન પઠાણને વટવા વિધાનસભા નાં મહામંત્રી તરીકે નિમણુંક આપી હતી.
આ પ્રસંગે શ્રી ડૉ. અમિતકુમાર રાવલએ જણાવ્યું હતું કે, “આ કાર્યાલયની સ્થાપનાનો હેતુ વટવા વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની સામાજિક અને શૈક્ષણિક સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યાલય દ્વારા અમે વિસ્તારમાં રહેતા ગરીબ અને અનુસૂચિત જાતિ/જનજાતિના લોકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ, રોજગાર વગેરે ક્ષેત્રોમાં સહાય કરીશું.”
આ પ્રસંગે વટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી કુલદીપદાન ગઢવી સાહેબ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ શ્રી રબારી સાહેબ અને સ્થાનિક આગેવાનોએ પણ વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યોની પ્રશંસા કરી હતી અને તેમના આગામી પ્રયાસોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
વિવેક ફાઉન્ડેશન એક નાનકડી સામાજિક સંસ્થા છે જે વટવા વિસ્તારમાં રહેતા લોકોને સહાય કરવા માટે કામ કરે છે. સંસ્થા દ્વારા વિસ્તારમાં રહેતા ગરીબ અને અનુસૂચિત જાતિ/જનજાતિના લોકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ, રોજગાર વગેરે ક્ષેત્રોમાં સહાય કરવામાં આવે છે