Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

IPL 2023: ક્વિન્ટન ડિકોકથી લઇને જો રૂટ સુધી, કરોડોમાં ખરીદાયેલા આ ખેલાડીઓ નથી રમવા મળી એક પણ મેચ

IPL 2023: ભારતમાં આ દિવસોમાં IPLની 16મી સીઝન રમાઈ રહી છે. હવે લીગમાં અડધાથી વધુ મેચો રમાઈ ચૂકી છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ઘણી મેચો ચૂકી ગયા પછી ઘણા ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા હતા. IPL 2023માં એવા ઘણા ખેલાડીઓ છે જે કરોડોમાં વેચાયા હતા પરંતુ અત્યાર સુધી તેમની ટીમ માટે એક પણ મેચ રમી નથી. લીગમાં 47 મેચ રમાઈ છે પરંતુ આ ખેલાડીઓ હજુ પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા નથી. આ ખેલાડીઓમાં ક્વિન્ટન ડિકોક, જો રૂટ, દાસુન શનાકા અને શિવમ માવીનો સમાવેશ થાય છે.

ક્વિન્ટન ડી કોક

આંતરરાષ્ટ્રીય વ્યસ્તતાને લીધે ક્વિન્ટન તેની ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સમાં મોડેથી જોડાયો હતો. આવી સ્થિતિમાં ટીમે કેએલ રાહુલની સાથે કાયલ મેયર્સને ઓપનિંગ માટે મોકલ્યો હતો. મેયર્સે એક કરતા વધુ ઇનિંગ્સ રમી અને પોતાની જાતને સાબિત કરી. આવી સ્થિતિમાં, દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ટીમ સાથે જોડાયા પછી પણ લખનઉએ હજુ સુધી તેને પ્લેઇંગ 11માં સામેલ કર્યો નથી. ફ્રેન્ચાઈઝીએ ડિકોકને 6 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે KL રાહુલ ઈજાના કારણે IPL 2023માંથી બહાર છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી ડિકોકને અજમાવી શકે છે.

જૉ રૂટ

પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન જો રૂટ IPL 2023માં અત્યાર સુધી બેન્ચ પર બેઠેલા જોવો મળ્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ 1 કરોડમાં ખરીદ્યો હતો. રાજસ્થાને આ સીઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. 10 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. રાજસ્થાનના લગભગ તમામ બેટ્સમેનો આ સમયે શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રૂટ પ્લેઇંગ 11માં જગ્યા બનાવી શકશે નહીં.

દાસુન શનાકા

કેન વિલિયમસનના સ્થાને ગુજરાત ટાઇટન્સમાં શ્રીલંકાના મર્યાદિત ઓવરોના કેપ્ટન દાસુન શનાકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શનાકા પહેલીવાર IPLનો ભાગ બન્યો છે, જો કે તેને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી.

શિવમ માવી

અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે માવીને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી.

संबंधित पोस्ट

दीपक ने उम्मीद जगाई, वह जीत गया

Karnavati 24 News

अर्जेंटीना ने एस्टोनिया को 5-0 से हराया: मेसी ने अपने करियर में दूसरी बार एक मैच में 5 गोल दागे

Karnavati 24 News

Rishabh Pant Health Update: કેપ્ટન રોહિત શર્મા ડોક્ટર્સને ફોન કરી સતત ઋષભ પંતની તબિયતની મેળવી રહ્યો છે જાણકારી

Admin

वेस्ट इंडीज का सफाया करते ही राहुल द्रविड़ का ऐलान- T20 World Cup की टीम इंडिया हो चुकी है तैयार

Karnavati 24 News

સચિન તેંડુલકરે મધ્ય પ્રદેશ ક્રિકેટ સંગઠનના મુખ્ય ક્યૂરેટરને આપી ખાસ ભેટ, જીતી લીધુ દિલ

Karnavati 24 News

कॉमनवेल्थ गेम्स 2022: बर्मिंघम में भारतीय पदक विजेताओं की पूरी लिस्ट

Karnavati 24 News
Translate »