Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ! આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાશે રજૂ

મહાઠગ કિરણ પટેલ 15 એપ્રિલ સુધી રિમાન્ડ પર હતો. ત્યારે શનિવારે ફરી તેને કોર્ટમાં રજૂ કરાશે. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં બ્લફ માસ્ટર રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. કિરણ પટેલ સામે અમદાવાદ, બાયડ, જમ્મુ કાશ્મીરમાં પણ અલગ-અલગ કેસ નોંધાયેલા છે. 

મીડિયા અહેવાલ મુજબ, મહાઠગ કિરણ પટેલ સામે હવે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાઇ છે. મહાઠગે ઇવેન્ટ કંપનીને રૂ. 3.51 લાખનો ચૂનો લગાવ્યો હોવાનો વધુ એક આરોપ સામે આવ્યો છે. આરોપ મુજબ, કિરણ પટેલે પીએમઓના અધિકારી હોવાનું જણાવી કાશ્મીર ડેવલપમેન્ટની જવાબદારી પોતાને સોંપાઇ હોવાનું કહીને ઠગાઇ આચરી હતી. ઉપરાંત, જી20 સમિટના બેનર હેઠળ હોટેલ હયાતમાં મોટી ઇવેન્ટ અપાવવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તેણે ફ્લાઇટની ટિકિટના નાણા, ઇવેન્ટનું ભાડું તથા 5 સ્ટાર હોટેલના રૂમનું ભાડું મળી કુલ રૂ. 3.51 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઇવેન્ટ કંપનીના માલિકે નોંધાવી છે.

 અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ફરિયદ

મહાઠગ કિરણ પટેલ સામે ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ફરિયદનો નોંધાઈ છે. જણાવી દઈએ કે, શ્રીનગરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કિરણ પટેલની કસ્ટડી લઈને ગુજરાત ક્રાઇમ બ્રાંચની ટીમ અમદાવાદ પહોંચી હતી. અગાઉ કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

હૈદરાબાદમાં ડ્રગ્સના કારોબાર પર કસાયો સકંજો, 200 કિલો ગાંજો જપ્ત, 3 લોકોની ધરપકડ

Karnavati 24 News

કેનેડા: 21 વર્ષીય શીખ વિદ્યાર્થી પર હુમલો, પહેલા પાઘડી ઉતારી, પછી વાળ ખેંચીને રસ્તા પર ફેંકી દીધો

Karnavati 24 News

औरैया : घर में फेंके गए बम, दो युवतिया घायल, हालत गंभीर

Karnavati 24 News

बिहार: नालंदा जिले में युवक की पीट-पीटकर हत्या, एक गिरफ्तार

Admin

एमपी के खंडवा कोर्ट का बड़ा फैसला,40 आरोपियों को 7-7 साल की सजा।

Admin
Translate »