Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: સોશિયલ મીડિયા થકી પ્રેમમાં પડેલી યુવતીએ શંકાશીલ પ્રેમી સાથે બોલવાનું બંધ કરતા બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉધનામાં રહેતી યુવતી સોશિયલ મીડિયા થકી એક યુવકને મળી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ, યુવકના શંકાશીલ સ્વભાવના કારણે યુવતીએ બોલવાનું બંધ કરી દેતા યુવકે યુવતીના ફોટાનું બીભત્સ એડિટિંગ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપતા યુવતીએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, ઉધનામાં પરિવાર સાથે રહેતી અને એક કપડાની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી 29 વર્ષીય યુવતીની વર્ષ 2015માં સોશિયલ મીડિયા એપ ફેસબુક પર પીંકેશ સથવારા નામાના યુવક સાથે મિત્રતા થઇ હતી. સોશિયલ મીડિયા એપ પર નિયમિત વાત કરતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન પીંકેશે યુવતીના ફોટા પોતાના મોબાઇલમાં ક્લિક કર્યા હતા. પરંતુ, પીંકેશ શંકાશીલ સ્વભાવનો હોવાથી યુવતી પર શંકા કરતો હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેથી યુવતીએ ધીમે-ધીમે બોલવાનું ઓછું કરતા પીંકેશ ફોન કરી વાત કરતા અને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

પાલ પોલીસ સ્ટેશનમાં યુવતીની ફરિયાદ

દરમિયાન પીંકેશે યુવતીને ધમકી આપી હતી કે, તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે અને વાત નહીં કરે તો હું તારા ફોટાનું બિભત્સ એડિટિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશ.આથી યુવતીએએ પાલ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

झारखंड: पलामू में दो समुदायों के बीच हुई पत्थरबाजी मे कई घायल, धारा 144 लागू , इंटरनेट सेवा भी बंद

Admin

અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?

Admin

एक छोटी सी लव स्टोरी : 23 साल की टीचर,16 साल का स्टूडेंट, हुए फरार

Admin

हरिद्वार: राजमिस्त्री, जो बताता था खुद को सीबीआई का डीसीपी , आया चंगुल में

Admin

VIDEO – સુરત – ચોરી કરતી કંજર ગેંગની મહિલાઓ પકડાઈ, ભીખ માંગવાના બહાને દુકાનમાં ઘુસી ચોરી કરતી હતી

Admin

देवर भाभी का ऐसा प्यार के दोनों ने दे दी अपनी जान

Admin
Translate »