Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

સોનેરી તક / ત્રણ વર્ષમાં 10 હજારની SIPથી તૈયાર કરો 10 લાખથી વધુનું ફંડ, જાણો તમામ ડિટેલ્સ

આજના સમયમાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ શોધે છે. બેંક FD, LIC, પોસ્ટ ઓફિસ જોખમ મુક્ત રોકાણ વિકલ્પો છે પરંતુ રિટર્ન થોડું ઓછું છે. જેના કારણે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ખૂબ પસંદ કરે છે. તમે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નાની એસઆઈપી (SIP) કરીને વધુ સારું રિટર્ન મેળવી શકો છો. જો તમે પણ તમારા પોર્ટફોલિયોમાં સુધારો કરવા માગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Scheme) માં રોકાણ કરવું ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.

આજે અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેણે તેના રોકાણકારોને છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારની SIP પર 10 લાખથી વધુનું ફંડ આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ પ્લાન (Quant Small Cap Fund Direct Plan) છે.

રોકાણકારોને મળ્યું બમ્પર રિટર્ન

ઘણા નાણાકીય નિષ્ણાતો લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપતા રહે છે. ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે ડાયરેક્ટ પ્લાન હેઠળ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 64.5% રિટર્ન આપ્યું છે. આ ફંડમાં માસિક 10 હજાર રૂપિયાનું રોકાણ ત્રણ વર્ષમાં વધીને 10.9 લાખ રૂપિયા જેટલું થઈ ગયું છે. બીજી તરફ, સ્કીમના રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 62.19 ટકા રિટર્ન આપ્યું છે. જેના કારણે 10 હજાર રૂપિયાની માસિક SIP વધીને અંદાજે 10.4 લાખ રૂપિયા થઈ થઈ ગઈ છે.

ટોપ સ્ટોક હોલ્ડિંગ્સ

એપ્રિલ 2023 માટે ફંડની ફેક્ટશીટ માટે ટોચના સ્ટોક હોલ્ડિંગ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી (ITC), એચડીએફસી (HDFC) બેન્ક, જિંદાલ સ્ટેનલેસ, RBL બેન્ક, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પંજાબ નેશનલ બેન્ક, બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ, ઉષા માર્ટિન અને જસ્ટ ડાયલ આ સ્મોલ કેપ ફંડ દ્વારા રાખવામાં આવેલા ટોચના સ્ટોક છે. ક્વોન્ટ સ્મોલ કેપ પ્લાને તેની 15.3 ટકા મૂડી બેંકોને ફાળવી છે, ત્યારબાદ પેટ્રોલિયમ ઉત્પાદનો (6.52%), ફાર્માસ્યુટિકલ્સ (5.86%) અને બાંધકામ (5.78%) છે.

संबंधित पोस्ट

इस्तेमाल न करने पर बैंक खाता बंद कर दें, इस्तेमाल न करने पर कई तरह के नुकसान झेलने पड़ते हैं

Karnavati 24 News

ट्विटर के कर्मचारियों से बात करेंगे एलोन मस्क: डील की घोषणा के बाद पहली बार होगी वर्चुअल मीटिंग, इसमें वो कर्मचारियों के सवालों का जवाब देंगे

Karnavati 24 News

14મા હપ્તા પહેલા પીએમ મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, એકાઉન્ટમાં આવશે પૂરા 15 લાખ રૂપિયા: આવી રીતે કરો અરજી

Admin

जर्मन एयरलाइन लुफ्थांसा ने भारत में परिचालन का विस्तार करने का फैसला किया

Admin

बैंकरप्सी के लिए फाइलिंग करने के बाद गो फर्स्ट ने 12 मई तक सभी उड़ानें रद्द कर दी 

इलेक्ट्रिक एसयूवी सेगमेंट में होगी मारुति सुजुकी की एंट्री, बेहतरीन लुक-फीचर्स के साथ रेंज भी ज्यादा

Karnavati 24 News