Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

ચમક પાછી ફરી / ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં જબરદસ્ત તેજી, 10 ગ્રામની કિંમત સાંભળી ઉડી જશે હોશ

Gold Price 13th April: સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાય દિવસોથી ઝડપી વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ બંને કિંમતી ધાતુઓ તેજીનો રેકોર્ડ બનાવી રહી છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે, દિવાળીની સિઝનમાં સોનું 65,000 રૂપિયા અને ચાંદી 80,000 રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે. હાલમાં ચાંદી 76,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે, સોનું પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

સોનું અને ચાંદીનો લેટેસ્ટ ભાવ

સોના અને ચાંદીના ભાવમાં વધારો સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. ગુરુવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દર નવા સ્તરે પહોંચ્યા હતા. ગુરુવારે સવારે MCX પર સોનું 180 રૂપિયા વધીને 60628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 291 રૂપિયા વધીને 76,204 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ પહેલા બુધવારે ચાંદી 75 હજાર 913 રૂપિયા અને સોનું 60 હજાર 628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન સોનું 60 હજાર 810 રૂપિયા અને ચાંદી 76 હજાર 225 રૂપિયાની ટોચે પહોંચી હતી.

બુલિયન માર્કેટમાં પણ તેજીનો સિલસિલો યથાવત

બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે પૂરા થયેલા ટ્રેડિંગ સેશનમાં સોનું વધીને 60 હજાર 613 રૂપિયા અને ચાંદી 74 હજાર 940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા બુધવારે સાંજે જાહેર કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું વધીને 60 હજાર 613 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 74 હજાર 940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

આ સિવાય 23 કેરેટ સોનું 60 હજાર 370 રૂપિયા, 22 કેરેટ સોનું 55 હજાર 522 રૂપિયા, 20 કેરેટ સોનું 45 હજાર 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

संबंधित पोस्ट

महंगाई से निपटने के लिए कंपनियों की योजना: माल के दाम नहीं बढ़ाए बल्कि वजन घटाया, 155 ग्राम का विम बार 135 ग्राम हुआ

Karnavati 24 News

PM Jan dhan yojana: ખિસ્સામાં પૈસા નથી! જરૂર પડ્યે 10000 રૂપિયા તરત જ મળશે, જાણો કેવી રીતે લેશો લાભ

Admin

हाउसिंग मार्केट में अभूतपूर्व वृद्धि: मार्च तिमाही में घरों की बिक्री में 40% की वृद्धि, लग्जरी घरों की बिक्री 4 साल के उच्चतम स्तर पर पहुंची

Karnavati 24 News

सोना खरीदना हुआ महंगा, इंपोर्ट ड्यूटी में 5% का इजाफा

Karnavati 24 News

સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક

Admin

6000 रुपये महिलाओं को मिलेंगे 3 किस्तों में, किसानों के साथ महिलाओं को दे रहें लाभ

Karnavati 24 News