Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે બપોરે દ્વારકાના પ્રવાસે જશે, અત્યારથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, જાણો શું છે કારણ

મુખ્યમંત્રી અને ગૃહને મંત્રી આજે દ્વારકાના પ્રવાશે જશે. ગઈકાલે સમુદ્રી કાંઠાની સુરક્ષાને લઈને બેઠક મળી હતી. ત્યારે આજે તેઓ સ્થળોનું નિરીક્ષણ કરશે. દ્વારકામાં અગાઉ પણ મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્ચારે ફરી એકવાર ડીમોલેશન હાથ ધરવામાં આવી શકે છે.  

ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવશે.
દ્વારકા જિલ્લામા ગુજરાતનું સહુથી મોટુ મેગા ડિમોલેશન થયાં બાદ ડિમોલેશન સ્થળોનુ કરશે નિરીક્ષણ.
યાત્રાધામ બેટ દ્વારકા અને હર્ષદ  ખાતે દર્શન કરશે અને ડિમોલેશન સ્થળ પર નિરીક્ષણ માટે જશે.
CM ભુપેન્દ્ર પટેલ ઓખા નેવી હેલિપેડ ખાતે આવશે ત્યાંથી બોટ મારફતે બેટ દ્વારકા પહોંચશે.

બેટ દ્વારકા અને હર્ષદ હાજરી આપશે
દ્વરકામાં અગાઉ સમુદ્રી કાંઠા વિસ્તારમાં ચૂંટણી પહેલા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે રાજ્ય સ્તરની મોટી બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે CM ભુપેન્દ્ર પટેલ ઓખા નેવી હેલિપેડ ખાતે આવશે ત્યાંથી બોટ મારફતે બેટ દ્વારકા પહોંચશે. બપોરે 3 થી 5:30 સુધીનો પ્રવાસ કાર્યક્રમમા બેટ દ્વારકા અને હર્ષદ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવતા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ગૃહમંત્રી હર્ષ સંઘવી, 13 જિલ્લાના એસપી, કલેક્ટર સહીતના અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દરીયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર બાંધકા મામમલે બેઠકમાં ગઈકાલે ચર્ચા કરવામાં આવી હતી.  દરીયાઈ વિસ્તારમાં ફરી સરકારનું બુલડોઝર ફરી શકે છે.  

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
યાત્રાધામ બેટ દ્વારકા અને હર્ષદ  ખાતે દર્શન કરશે અને ડિમોલેશન સ્થળ પર નિરીક્ષણ માટે જશે. ગુજરાતના ઇતિહાસનુ સહુથી મોટુ મેગા ડિમોલેશન હાથ ધરાયા બાદ CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકાના પ્રવાસે આવતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

તાજેતરમાં જ હર્ષદ મેગા ડિમોલેશનના 4થી 5 દિવસ ચાલ્યું હતું. હર્ષદ ખાતે મેગા ડિમોલેશનમાં ગઈકાલે  4 લાખ સ્કેવર ફૂટ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. કરોડોની કિંમતની જમીન પર દબાણો દૂર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત ચાલેલા ડીમોલિશનમાં કાટમાળ ઉપાડવા તેમજ અમુક બાકી રહેલ મોટા દબાણો દૂર કરવાનીની પ્રકિયા હાથ ધરાઈ હતી. હર્ષદ બંદર પરનું ગેર કાયદેસર બાંધકામ દૂર થતાં વધુ દબાણો દૂર થઈ શકે છે. 

संबंधित पोस्ट

ભારતીય વિદેશ મંત્રીના નિવેદનમાં દમ છે… યુરોપ અંગે જયશંકરના નિવેદનથી પ્રભાવિત થયા જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ

Admin

શું રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ જશે? બીજેપી સાંસદની માંગ, 1976માં સુબ્રમણ્યમ સ્વામીની હકાલપટ્ટીનું ઉદાહરણ આપ્યું

Karnavati 24 News

યુવાનોને ફસાવવાના મામલે પહેલા પોતાની જાતને સુધારે મદની: મુખ્તાર અબ્બાસ નકવી

Admin

Goa Assembly election: देश को पहला IIT वाला विधायक और फिर मुख्यमंत्री देने वाला राज्य

Karnavati 24 News

બિહારઃ રાબડી દેવી બાદ હવે થઈ શકે છે લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

Admin
Translate »