Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

`ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાજીની પાવન ધરા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિને કોટી કોટી નમન… ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યું છે…’ આવા ઉલ્લેખ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે પોરબંદરમાં યોજાયેલી જંગી જાહેરસભાને સંબોધનનો પ્રારંભ કર્યો હતો.
પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની એક જાહેરસભાનું પોરબંદર નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
યોગી આદિત્યનાથજીએ તેમના પ્રવચનની શરૂઆતમાં સુદામાજીની પાવન ધરા અને ગાંધીભૂમિ પોરબંદરને નમન કરતાં સહુનું અભિવાદન કર્યું હતું. નાથ સંપ્રદાયના વિખ્યાત ગોરખનાથ મઠ (ગોરખપુર, ઉત્તર પ્રદેશ)ના મહંત એવા યોગી આદિત્યનાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, `પોરબંદર પણ નાથ સંપ્રદાય સાથે જોડાયેલા કેટલાંક સ્થળો ધરાવે છે. પોરબંદરનું ઓડદર ગામ બાબા ગોરખનાથનું અનુયાયી છે અને એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ બાબા ગોરખનાથે સંપન્ન કર્યા હતા અને તેમની સ્મૃતિઓ પણ અહીં જોડાયેલી છે.’
યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, `વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્યું છે. ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ અદ્ભૂત લડત આપી હતી. આજે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે.’
યુપીના મુખ્યમંત્રી યોગીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, `ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો. સરદાર પટેલે ભારતના ઐક્ય માટે દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિનું નિર્માણ થયું છે અને અમને ગર્વ છે કે અમો આ દેશની સેવા કરી રહ્યા છીએ. ભાજપ જનતાને કરેલા વચનો નિભાવે છે. આસ્થાનું સન્માન કરવાનું જાણે છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ બનીને તૈયાર થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ખતમ થઇ ગઇ છે. જે સંકલ્પ લીધો તે કર્યું છે.’
કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, આ લડાઈ વાસ્તવમાં રાષ્ટ્રવાદ વર્સિસ રાષ્ટ્ર વિરોધની છે. વિકાસ વર્સિસ વિનાશની છે. કોંગ્રેસ હોત તો રામ મંદિર ન બન્યું હોત અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર ન થઈ હોત. ભાજપના કારણે જ આ બધું શક્ય બન્યું છે. પહેલાં આતંકવાદીઓ આપણા દેશમાં મન પડે ત્યારે હુમલાઓ કરી જતા, પરંતુ ભાજપ સરકારના સર્જીકલ સ્ટ્રાઇક જેવા આકરા નિર્ણય અને ઇચ્છાશક્તિને કારણે આજે આંતકવાદીઓ અને નક્સલવાદીઓ માટે હવે ભારતમાં કોઈ જગ્યા નથી.’
યોગી આદિત્યનાથે સોમનાથ, દ્વારકા, ઉજ્જૈન મંદિર વિષે પણ વિસ્તૃત વાત કરી હતી અને ભાજપની વિકાસગાથા તેમની આગવી શૈલીમાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા. યોગી આદિત્યનાથે પોરબંદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાને જંગી બહુમતી સાથે વિજેતા બનાવવા સહુને હાકલ કરી હતી. સભામાં ચોમેર જય શ્રી રામ અને ભારત માતા કી જયનો નાદ ગુંજતો રહ્યો  હતો.

संबंधित पोस्ट

स्वास्थ्य मंत्रालय: 15 से 18 साल की इनकमु के 75% से अधिक लोगों को प्राप्त हुई कोविड वैक्सीन की पहली खुराक

Karnavati 24 News

જુનાગઢના ભવનાથ તળેટીમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સંતો મહંતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા ને આપી સલામી

Karnavati 24 News

असम “जिहादी गतिविधियों” का केंद्र बन रहा है: मुख्यमंत्री हिमंत बिस्वा सरमा

Karnavati 24 News

क्यों होता है कमर में दर्द जानिए इसके लक्षण और बचाव

Karnavati 24 News

ડીસા હરી ઓમ હાઈસ્કૂલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી…

Karnavati 24 News

 પાટણ જૈન મંડળ મુંબઈ સંચાલિત બી.ડી.સાવૅજનિક વિધાલય ખાતે સ્પંદન 2021 કાયૅક્રમ યોજાયો…

Karnavati 24 News