Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આગામી તહેવારો ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી



તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો ચેટીચાંદ અને ઈદને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત મહોલ્લા મિટિંગ, ડીજે-લાઉડ સ્પીકરના પ્રતિબંધિત ઉપયોગ પર નજર, અટકાયતી પગલાઓ, ધાબા ચેકીંગ, વાહન ચેકીંગ તેમજ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.

રાજ્યના પોલીસ વડાશ્રીએ વિડિઓ કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી તેમજ ડ્રોન સર્વેલન્સ કરાવવું.

ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને સુરક્ષા અને સલામતીના ઉપરોક્ત વિવિધ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી અને તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

संबंधित पोस्ट

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની વિક્રમી ફાળવણી

Gujarat Desk

સુરત જિલ્લાનું ધજ ગામ: ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ

Gujarat Desk

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા

Gujarat Desk

નડિયાદના લઠ્ઠાકાંડ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો; સોડાની બોટલ પીધા બાદ ત્રણેયને ઝેરી અસર થઇ

Gujarat Desk

मोगा ट्रैफिक पुलिस ने विंडसर गार्डन मोगा में बच्चों को किया जागरूक

Admin

વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં ગત વર્ષની સરખામણીએ ₹700 કરોડનો વધારો, વર્ષ 2025-26નું બજેટ ₹3015 કરોડ

Gujarat Desk
Translate »