Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજકોટ – જેતલસર ગામના ચકચારી મચાવનાર સગીરા હત્યા કેસમાં દોષિતને ફાંસી

જેતલસર ગામના ચકચારી મચાવનાર સગીરા હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા ફટકારાઈ છે. જેતપુરની સેશન્સ કોર્ટ દ્વારા દોષિતટ જયેશ સરવૈયાને ફાંસીની સજા સંભળાવી છે. રાજકોટના જેતલસર ગામની આ ઘટનામાં દોષિતે 16 માર્ચના રોજ સગીરાના ઘરે જઈને હત્યા કરી હતી. છરીના 34 ઘા ઝિંકીને મોત નિપજાવ્યું હતું. જયેશ તરવૈયાએ એકતરફી પ્રેમમાં પાગલ બનીને આ હત્યા કરી હતી.

આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવા માટે મામલાની તપાસ ન્યાયી અને ઝડપથી કરવામાં આવી હતી. આ મામલે પરીવારજનોએ પણ કહ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આજે કોર્ટની તારીખ હતી ત્યારે સગીરના સંબંધીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?
16 માર્ચ, 2021ના રોજ જેતલસર ગામમાં સગીરા અને તેનો ભાઈ ઘરે હતા ત્યારે જયેશ સરવૈયા ઘરે પહોંચ્યો અને તેના પર છરીના 34 ઘા માર્યા. સગીરાના ભાઈએ દરમિયાનગીરી કરી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ કેસની ઊંડી અસર થઈ હતી. આ પ્રકારે સગીરાને મારવામાં આવી હતી. સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

અગાઉ વકીલ તરફથી કેસના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે કોર્ટમાં દલીલ કરાઈ હતી.  આરોપીએ પહેલા ચોટીલામાંથી છરી ખરીદી હતી અને બાદમાં છરીના 34 ઘા માર્યા હતા. નિર્દયતાથી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે આજે કોર્ટે સજા સંભળાવી હતી.

संबंधित पोस्ट

देहरादून उत्तराखंड। उत्तराखंड के सभी स्कूल, कॉलेज में होगा एंटी ड्रग्स सेल का गठन, मांगे जा रहे सुझाव।

Admin

प्रयागराज : महिला के साथ लिव इन में रहने वाले युवक का शव जंगल में पेड़ से लटकता मिला

Admin

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

Admin

ગાંધીનગર: ચેતવણી સમાન કિસ્સો…ચાવી બનાવવા ઘરમાં બોલાવેલા બે ઇસમ રૂ. 6.27 લાખના ઘરેણાં લૂંટી ફરાર

Admin

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે જેલહવાલે કર્યા

Admin
Translate »