Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

તાપી જિલ્લામાં ત્રણ જુદાજુદા સ્થળો પર ચોરી થઇ હોવાના બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાયા છે, જોકે સોનગઢના મોટાબંધરપાડામાં દુકાનમાં ચોરી કરનારા મોંઘવાણ ગામના એક શખ્સને ઝડપી લેવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકે ચોરીના બે જુદાજુદા બનાવો નોંધાયા છે, જયારે વ્યારા પોલીસ મથકે એક ચોરીનો બનાવ દાખલ કરવામાં આવ્યો છે. સુરતના પુનાગામમાં યોગીચોક નજીક,સાવન પ્લાઝામાં રહેતો અને અભ્યાસ કરતી ક્રિશ્નાબેન કિશનકુમાર ચાચાપરા (ઉ.વ.૨૬), તા.૧૯/૦૨/૨૦૨૩ ના પોતાના પરીવાર સાથે ફરવા ગયેલ ત્યાંરે પોતાની પાસેના પર્સમાં પોતાનો ઓપ્પો કંપનીનો F-19S મોબાઇલ ફોન જેનો IMEI No.866206057796613 કિ.રૂ.૨૦,૦૦૦/- તથા તેની સાથે કવરમા મુકેલ આશરે રૂપિયા ૭૦૦/- જે કોઇ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઇ જઈ જતા બનાવ અંગે ક્રિશ્નાબેન ચાચાપરાએ તા.૨૧/૦૨/૨૦૨૩ નારોજ કરેલ ઈએફઆરઆઈના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા ચોરટા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જયારે બીજા બનાવમાં સોનગઢના મોટાબંધરપાડા આમલી ફળીયામાં જૈનિલ જનરલ સ્ટોર નામની દુકાનમાંથી તા.૧૯/૦૨/૨૦૨૩ નારોજ દુકાનમા કોઇ અજાણ્યા ચોર ઇસમે રાત્રીના સમયે પ્રવેશ કરી ટેબલના ડ્રોવરોમાં મુકેલ રોકડા રૂપિયા ૪૦૭૦/-રુપિયાની ચોરી કરી નાશી ગયો ફરિયાદ દુકાન માલિક અશ્વીનભાઇ સીંગાભાઇ ગામીતએ તા.૨૧/૦૨/૨૦૨૩ નારોજ પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સોનગઢના મોંઘવાણ ગામના પટેલ ફળીયામાં રહેતો દિવ્યેશભાઈ જયંતિલાલ ગામીત (ઉ.વ.૨૨) નાએ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું હાલ આરોપીની અટકાત કરી સોનગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જયારે ત્રીજા બનાવમાં વ્યારા ખાતે જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલ સીતારામવિલામાં હાલ રહેતા ફરીયાદી રજનીકાંત ગંભીરસિહ કુંવરહાલ મુળ રહેવાસી–કટાસવણ ગામ પટેલ ફળિયુ-વ્યારાના મકાનમાં તા.૧૨/૦૨/૨૦૨૩ના કલાક-૧૪/૩૦થી તા.૨૦/૦૨/૨૦૨૩ના કલાક ૧૪/૩૦ દરમ્યાન હરકોઇ વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે ફરીયાદીના ઘરના મુખ્ય દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના ઉપરના માળે આવેલ બન્ને બેડ રૂમમાં મુકેલ કબાટ ખોલી કબાટના લોકર તોડી રોકડા રૂપિયા ૭૦,૦૦૦/-ની ચોરી કરી જઇ નાશી છુટ્યો હતો, બનાવ અંગે રજનીકાંત ગંભીરસિહ કુંવરહાલએ તા.૨૧/૦૨/૨૦૨૩ નારોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

एटा : स्कूल जा रही छात्रा को अगवा कर किया सामूहिक दुष्कर्म, बस स्टैंड पर फेंक कर भागे

Admin

શુક્રવારે ગોધરા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Karnavati 24 News

ભેસાણ ના પરિવાર સાથે ઝઘડો કરવા આવેલી યુવતી સહિત 10 સામે ગુનો દાખલ

Admin

एमपी के खंडवा कोर्ट का बड़ा फैसला,40 आरोपियों को 7-7 साल की सजा।

Admin

गैंगस्टर राजू ठेठ की दनादन गोली मारकर हत्या, हॉस्टल में बच्चे से मिलने आया पिता की भी चपेट में आने से मौत

Admin

લાયસન્સ વગર ચાલી રહેલી OYO હોટલના રૂમમાં ફાંસીના ફંદા સાથે લટકતો મળ્યો 23 વર્ષીય યુવક

Karnavati 24 News