Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરત: શ્વાનના વધતા આતંક બાદ હવે તંત્ર સફાળું જાગ્યું! મેયરે બેઠક બોલાવી એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો

સુરત શહેરમાં મોટા લોકો સહિત નાના બાળકો પર શ્વાનના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા દ્વારા રખડતાં શ્વાનના આતંકને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્વાનના હુમલાની વધતી જતી ઘટના સામે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષને જોઈ હવે મેયરે આરોગ્ય અને  માર્કેટ વિભાગના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.

જ્યાં શ્વાનનો વધુ ત્રાસ હોય ત્યાં વધુ ટીમ મૂકવા સૂચના

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ બેઠકમાં મેયરે શહેરમાં રખડતાં શ્વાનનો આતંક દૂર કરવા તંત્રને એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો છે. સરવે કરી શહેરમાં જે વિસ્તારમાં શ્વાનનો આતંક વધી હોય ત્યાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા અને વધુ ટીમ મૂકવા સૂચના આપી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરના અનેક વિસ્તારમાં શ્વાનનોનો આતંક સતત વધી રહ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં રખડતા શ્વાન દ્વારા 3 બાળકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ શહેરીજનોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે.

લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ

સાથે શ્વાનની સમસ્યા અંગે પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ સમસ્યાને ગંભીરતાથી લઈ મેયર હેમાલી બોઘાવાલાએ તંત્રના આધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને શહેરમાં રખડતા શ્વાનનો આતંક દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવવા માટે સૂચના આપી છે. સાથે જ શહેરમાં સરવે કરી જે વિસ્તારમાં શ્વાનની સમસ્યા વધુ છે ત્યાં વધુ ટીમ મૂકવા જણાવ્યું હતું.

संबंधित पोस्ट

વડોદરા: સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા દર્દી રાતે અચાનક ભાગી જતા તંત્રમાં દોડધામ

Karnavati 24 News

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી

Gujarat Desk

જામનગર જિલ્લામાં એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો ૧.૬૦ લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર

Gujarat Desk

આજનું રાશિફળ (03/01/2025) | GNS News

Gujarat Desk

સીટીએમ એક્સપ્રેસ વે પાસે નશામાં ધૂત શખ્શોએ AMTS બસમાં તોડફોડ કરી

Gujarat Desk

ગાંધીનગર તાલુકામાં 1731 હેક્ટરમાં બટાકાની ખેતી . . . .

Admin
Translate »