Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Entertainment

“ખુલ્લેઆમ ફરી રહ્યા છે 26/11ના હુમલાખોર…”: જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં બેસીને પાકિસ્તાનને આપ્યો સખત શબ્દોમાં ઠપકો

જાણીતા કવિ અને ફિલ્મ પટકથા લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં બેસીને પાકિસ્તાન પર જ મુંબઈમાં 26/11ના હુમલાના ગુનેગારોને ખુલ્લેઆમ ફરવા દેવાનો આરોપ લગાવ્યો. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જાવેદ અખ્તર તાજેતરમાં જ લાહોરમાં અલ્હમરા આર્ટસ કાઉન્સિલ દ્વારા આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા, જેનું સમાપન રવિવારે જ થયું.

વાયરલ થયેલા વીડિયોમાં, જાણીતા ગીતકારને બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાની વાત કરતા જોઈ શકાય છે, અને ત્યાં હાજર લોકોને કહેતા સાંભળી શકાય છે કે “ભારતીયના દિલોમાં નારાજગી છે…”

જાવેદ અખ્તરે કહ્યું, “આપણે એકબીજા પર આરોપ ન લગાવવો જોઈએ… એનાથી કંઈ હાંસલ નહીં થાય… ફિઝા ગરમ હૈ (વાતાવરણ તંગ છે), તેને સુધારવું જોઈએ… અમે મુંબઈના લોકો છીએ, અને અમે અમારા શહેર પર હુમલો થતો જોયો છે. … હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તમાંથી આવ્યા ન હતા… અને એ જ લોકો તમારા દેશમાં હજુ પણ ફરી રહ્યા છે… તો, જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય, તો તમારે ખરાબ લગાવવાની જરૂર નથી.. ”

તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોને એટલું સન્માન આપવામાં આવતું નથી જેટલું ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે, જાવેદ અખ્તરે કહ્યું, “જ્યારે ફૈઝ સાહબ આવ્યા, ત્યારે તેમનું એક મોટા વ્યક્તિત્વની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું… તે દરેક જગ્યાએ પ્રસારિત પણ થયું હતું… અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા ફંક્શન્સ જોયા… પરંતુ તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ ફંક્શન કરાવ્યું નથી…”

જાવેદ અખ્તરની આ ટિપ્પણીઓ જોરદાર રીતે શેર કરવામાં આવી રહી છે અને યુઝર્સ તેમના વખાણ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેને પાકિસ્તાન પરની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ ગણાવી છે. પાકિસ્તાનમાં કરવામાં આવેલી આ ટિપ્પણીઓ માટે જાવેદ અખ્તરની પ્રશંસા કરનારાઓમાં અભિનેત્રી કંગના રનૌત પણ સામેલ છે.

કંગનાએ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર લખ્યું, “જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળું છું, ત્યારે મને લાગતું હતું કે, માતા સરસ્વતીજી તેમના પર કેવી કૃપા વરસાવી રહ્યા છે, પરંતુ જુઓ, માણસમાં કંઈક સત્ય તો હોય છે, તેથી જ તો ખુદાઈ હોય છે તેમના સાથમાં… જય હિન્દ, જાવેદ સાહેબ… ઘરમાં ઘૂસીને માર્યા… હા હા…”

संबंधित पोस्ट

क्या दिल्ली में परिणीति चोपड़ा, राघव चड्ढा की सगाई में शामिल होंगी प्रियंका चोपड़ा? जानें क्लिक करके 

Karnavati 24 News

માતાના ખોળામાં જોવા મળતી આ છોકરી IPS ઓફિસર બનવા માંગતી હતી, પરંતુ બની ગઈ બોલીવુડની ટોચની અભિનેત્રી… જાણો કોણ છે..

Admin

‘भारत मेरे लिए सब कुछ है…’, अक्षय कुमार छोड़ देंगे कनाडा की नागरिकता!

Admin

कंगना रनौत का बदला सुर…वीडियो में कटाक्ष के लिए मांगी माफी, कहा- मेरे दुश्मन….

Karnavati 24 News

…मुझे बॉलीवुड से निकाल दिया जाएगा, आखिर शाहरुख ने ऐसा क्यों कहा?

Admin

મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ન તો નસીબ ચમક્યુ, ન બોલિવૂડની ફિલ્મો હિટ થઈ! આ સુંદરી વિદેશ જતાની સાથે જ કરોડોની માલકિન બની ગઈ

Admin
Translate »