Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી

બારડોલી : ભાવિ પેઢીને સમૃધ્ધ જળવારસો આપવાના મહાઅભિયાન એવા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લામાં વર્તમાન વર્ષ-૨૦૨૩માં અંદાજે રૂા.૧૩.૬૩ કરોડના ખર્ચે ૧૯૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. પાણીરૂપી પારસમણિનો વિવેકપૂર્ણ અને કરકરસરભર્યો ઉપયોગ કરવાની હિમાયત કરતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૨૦૧૮ વર્ષ શરૂ કરવામાં આવેલા જળસંચય અભિયાનને અપ્રિતમ સફળતા મળી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવો બનાવવામાં સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લો અવ્વલ બન્યો છે. ગત વર્ષોની સફળતાને ધ્યાને લઈ આ વર્ષે સમગ્ર ગ્રામજનોએ બમણા જોમ અને ઉમંગ સાથે જળસ્ત્રોતોના પુનઃજીવન કરવાના કાર્યમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં ગૃહમંત્રી કહ્યું કે, ભાવિપેઢીને સમૃધ્ધ જળવારસો આપવા ગુજરાતે જળસંચયનો અદ્દભુત પુરૂષાર્થ યજ્ઞ આરંભ્યો છે. સુજલામ સુફલામ યોજના એ માત્ર યોજના જ નથી પરંતુ ગામમાં વસતા દરેક સમાજને એક કરવાનું કાર્ય કર્યું છે. આધુનિક જમાનામાં ડિજીટલ ગેઝેટ્સ પ્રત્યે જે લાગણી છે તે જ રીતે ગામના વૃક્ષો, ગામનું તળાવ સાથે દરેકની લાગણી બંધાય એમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે હાજર સૌએ ‘સુજલામ સુફલામ જળઅભિયાન’ની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઇ, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, તા.પંચાયત પ્રમુખ અંકિતભાઈ, બારડોલી ન.પા.પ્રમુખ ફાલ્ગુનીબેન, બારડોલીના નાયબ કલેકટર સ્મિત લોઢા, ડ્રેનેજ ડિવીઝનના કાર્યપાલક ઈજનેર કે.વી.ગીલીટવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર એલ.આર.ગામીત, બારડોલી મામલતદાર પ્રતિકભાઈ પટેલ, બાબલા ગામના સરપંચ શીતલબેન, સમાજના અગ્રણીઓ જયંતીભાઈ પટેલ, કિશનભાઇ, અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin

મુંબઇની આર્ટ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત પંચદિવસીય લેન્ડસ્કેપ શિબીરનો શુભારંભ : સમગ્ર આયોજન પોરબંદર ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન: 2017ની ચૂંટણી કરતા આ વખતે 8,34,959 મતદારોનો થયો વધારો

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

Admin
Translate »