Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

કારએ બાઈકને ઠોકર મારતાં બાઈકમાં સવાર બે લોકો ઘવાયા એક યુવકનું થયું મોત

રાજકોટમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે ગઇ કાલે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રિપલ સવારી બાઈકને કાર ચાલકે ઠોકર મારતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશના અને હાલ રાજકોટમાં નવાગામના રંગીલામાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરતા ચંદ્રભાન રામશ્રીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧) અને અમિત ચૌહાણ તથા જયંત ચૌહાણ ત્રણેય બાઈક પર શાકભાજી લેવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ ચંદ્રભાન ચૌહાણે પ્રાથમિક સારવારમાં દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં ચંદ્રભાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મૂળ ઉતરપ્રદેશના જોનપૂર જિલ્લાના રહેવાસી હોવાનુ અને ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

संबंधित पोस्ट

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

ગોંડલમાં આવેલ ફાટક આઇસર ચાલકે તોડ્યું: ટ્રેન સમયે રોકી દેવાતા જાનહાનિ ટળી, આઇસર ચાલકની શોધખોળ હાથ ધરાઇ

Admin

વડોદરા: રુવાટા ઊભા કરે એવી થ્રિલર ઘટના: બે પ્રેમીએ ભેગ મળી પ્રેમિકાનું ગળુ દબાવ્યું, બ્રિજ પરથી મૃતદેહ મિનિ નદીમાં ફેંક્યો

Admin

રાજકોટના પાંચ જિલ્લામાંથી વ્યાજંકવાદનો સફાયો: પોલીસ દ્વારા ૧૧૮ વ્યાજખોરોની ધરપકડ કરાઈ

Admin

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

Admin

દમણમાં બાઇક, મોબાઈલ લૂંટી ફરાર થઈ જનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા

Admin
Translate »