Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે ભૂપેન્દ્ર પટેલ અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે

મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે ભૂપેન્દ્ર પટેલ અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે સાંજે ૬ વાગ્યે રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર સંભાળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.
મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી

संबंधित पोस्ट

અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત , યુવાનનું મોત નિપજ્યું . .

Admin

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

Admin

અમદાવાદમાં પ્રિકોશન ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરો પર AMC દ્વારા શરૂ થઈ વ્યવસ્થા

Admin

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

Karnavati 24 News