Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

પાદરા તાલુકાના વડું પંચાયતની મોટી ભાગોળ ના ૧૧૨ થી વધુ દુકાનોના દબાણ સામે વારંવાર રજૂઆતો કરવાં છતાં સત્તાધીશો એ ધ્યાને લીધેલ નહીં દબાણ દુર કરવા ઘણા લાંબા સમયથી કાર્યવાહીમાં વિલંબ થતો હોય તેમ છતાં વડું ગામે પ્રજાપતિ મોહલામાં રહેતા રમેશભાઈ ઉર્ફે જગદીશભાઈ ત્રીકમભાઈ પ્રજાપતિ નાઓએ ન્યાય ની આશા નહીં છોડતાં અનેક વાર લેખિત રજૂઆતો સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ મામલતદારશ્રી ને કરતાં આખરે આજરોજ વડું ગામે દબાણ દુર થયેલ.

છેલ્લા ઘણા સમયથી તંત્ર એકબીજાને ખો આપી એકબીજા ઉપર નાખી રહ્યું હતું. બે વર્ષ અગાઉ પણ તા.૩૦/૦૬/૨૦૨૨  થી દબાણ દૂર કરવા સંપૂર્ણ મશીનરી પોલીસ બંદોબસ્ત અને સરકારી તંત્ર દબાણ દૂર કરવાનું હતું ત્યારે અચાનક સીટી સર્વે પર નાખવામાં આવેલ. ત્યારબાદ નાયબ નિયામક જમીન દફતરે તા.૦૨/૦૭/૨૦૨૦ ના રોજ પત્રથી જિલ્લા વિકાસ અધિકારીને જણાવેલ કે, દબાણ દૂર કરવાની સત્તા જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૧  હેઠળ મામલતદારશ્રી ની રહેશે એટલે ફરી એ વખતે જિલ્લા પંચાયતે તા.૦૪/૦૫/૨૦૨૦ થી પાદરા મામલતદારશ્રી ને દબાણ દુર કરવાની જાણ કરેલ તેમ છતાં દબાણ દુર ન થયેલ.

જગદીશભાઈ ત્રીકમભાઈ પ્રજાપતિ નાઓએ ત્યારબાદ અનેકવાર લેખિતમાં કરેલ રજૂઆત આ કામે નામદાર હાઇકોર્ટના S.C.A NO.21390/2019 તા.૦૪/૧૨/૨૦૧૯ ના ચુકાદાનો તંત્ર એ નિકાલ કરવાનો રહે છે તેમ છતાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી તંત્રે  એકબીજા ઉપર નાખી સરકારી શ્રી અને નામદાર હાઇકોર્ટનું અપમાન કરેલ પણ અરજદારે હાર ન માણતાં નિયમિતપણે ન્યાયની લડાઈ ચાલુ રાખતા લાંબા સમયના વિલંબ બાદ તંત્રે ન્યાય આપતા આજરોજ વડું ગામે સરકારી જમીનમાં ૧૧૨ થી વધું થયેલ દબાણો દૂર કર્યા હતા.

संबंधित पोस्ट

एअरफोर्स के दो फाइटर प्लेन आपस में टकराए, दो जनों की मौत

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

Admin

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

Admin

ઠંડીથી બચવા જે પણ ગરમ કપડા વિદ્યાર્થી પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા

Admin
Translate »