Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

પાટણ જીલ્લાના રાધનપુર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાનમાં ગેરરીતિ થતા પરત પૈસા કરવા નોટિસ

પાટણ જીલ્લાના રાધનપુર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાનમાં ગેરરીતિ થતા પરત પૈસા કરવા નોટિસ રાધનપુર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનમાં ગેરરીતી થતા પરત પૈસા ભરવા રાધનપુર નગરપાલિકાએ આપી નોટિસ રાધનપુર વીરનગર ખાતે રાધનપુર પાકું મકાન ધરાવતા હોવા છતાં પ્રધાનમંત્રી આવાસનો લાભ લેતાં ફરિયાદના ભણકારા રાધનપુર શહેરમાં પાકું મકાન ધરાવતા હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લેતા પોલ ખોલતા નગરપાલિકા એ કાર્યવાહી માટે નોટીસ આપી છે રાધનપુર નગરપાલિકા એ ખોટા લાભાર્થી ને નોટીસ માં જણાવ્યું છે કે તમોએ અગાઉ વેચાણ થી મકાન ખરીદી કરી હતી જે મકાન પાકું હોવા છતાં સરકારી લાભ લીધો છે આ સહાય માં મળેલ સરકારી નાણાં 7 દિવસમાં ભરપાઈ કરો નહિ તો કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા એ નોટીસ માં પણ જણાવ્યું છે રાધનપુર શહેરમાં રેવન્યુ સર્વે નંબર 437 માં પડેલ પ્લોટો જે ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્રારા પ્લોટો પાડી તે જમીનમાં લાભાર્થી ઓ ને ફાળવવામાં આવેલ છે જેમાં પ્રજાપતિ બળદેવભાઈ ઓખાભાઈ ના ઓને પાકું મકાન રાધનપુર આવેલ જેનો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ -105 તથા 107 અન્વયે જે આકારણી પ્રસિધ્ધ કરવામાં કરવામાં આવેલ તેમાં પ્રજાપતિ બળદેવભાઈ નું રો હાઉસ નોંધ પણ હતું તેમ છતાં હરિ ઓમ સોસાયટીમાં પ્રધાનમંત્રી આવાસ નો ખોટો લાભ લેતા તપાસ ના દોર શરૂ થયા હતા આમ રાધનપુર શહેરના બળદેવભાઈ ઓખાભાઈ પ્રજાપતિ વિરનગર માં વસવાટ કરે છે તેમનું પાકું મકાન નોંધાયેલ છે છતાં આ ઇસમે હરિ ઓમ સોસાયટીમાં સરકાર માં ખોટો અને બનાવટી કાગળો ઉભા કરી સાડા ત્રણ લાખ જેટલી માતબર રકમનો ખોટો લાભ લઇ સરકાર નાણાં નો દૂર ઉપયોગ કરતા નગરપાલિકા એ કાર્યવાહી હાથ ધરી છે રાધનપુર નગરપાલિકા દ્રારા તાપસ શરૂ થતાં અરજદાર ને સમાધાન માટે ના ફોનો પણ ચાલુ થઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે . આમ ખોટા લાભ લેનાર વ્યક્તિ વિરુદ્ધ ટૂંક સમયમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા ઓ પણ જોવા મળી રહી છે

संबंधित पोस्ट

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

Admin

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Admin

मिर्तक अश्रित संघर्ष कमेटी पटियाला ने अपनी जायज मांगों को लेकर बिजली बोर्ड के प्रधान कार्यालय के बाहर धरना दिया।

Admin

दिल्ली में शीतलहर की वजह से 15 जनवरी तक स्कूले रहेंगे बंध

Admin

કોરોનાના 3 વર્ષ: શું બદલાયું, લોકડાઉન અને વેક્સિનથી લઈને વેરિઅન્ટ સુધી… કેટલી બદલાઈ દુનિયા

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin