Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂનો નાશ કરાયો

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂ પકડાયો હતો. આથી વિદેશી દારૂ બીયરનાં જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ. લીંબડી ડીવીઝનના થાનગઢ,ચોટીલા તથા નાની મોલડી પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટે લગત કોર્ટ ખાતેથી મંજુરી મેળવી નશાબંધી આબકારી વિભાગ અને અધિકારીઓ ની હાજરીમાં ઝરીયા મહાદેવના મંદિર નજીકનાં ખરાબામાં અલગ અલગ ગુનામાં પકડાયેલો ભારતીય બનાવટનાં પરપ્રાંતિય વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

…ત્રણેય પોલીસ મથકનાં 116 ગુનામાં ઝડપાયેલી બોટલ નંગ 19625 તેમજ બીયર નંગ 5671 કુલ રૂ. 58,41,138નાં મુદ્દામાલની ઉપર લોડર ફેરવી નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થળ ઉપર લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવા, પીઆઈ જે. જે. જાડેજા, કે. બી. વિહોલ, પીએસઆઈ વાય. એસ. ચુડાસમા, ચોટીલા નાયબ કલેકટર ગળચર સહિતનાં સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં થી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે ફૂલ ૫૮.૪૧ લાખના મુદ્દામાલનો નાશ કરાયો હતો

संबंधित पोस्ट

ઈમ્પેક્ટ ફીની મુદ્દત વઘારવાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Admin

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

પેથાપુરના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કાર ગુજાર્યો .

Admin

કોરોનાવાયરસ પછી ચીનમાં ધુમ્મસનો કહેર, ઝેંગઝોઉ શહેરમાં 200 વાહનો એકબીજા પર ચઢ્યા

Admin

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 6.87 લાખની કિંમતના એલ્યુમિનિયમના મટીરીયલની ચોરી . .

Admin

કોરોના અંગે ગુજરાત સરકારની માર્ગદર્શિકાની જાહેરાત, માસ્ક ફરજિયાત બનાવવા અંગે શું કહ્યું જુઓ. .

Admin
Translate »