Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિધ્યાર્થીનીનું મોત : જવાબદારી સામે કાર્યવાહીની માંગ

દાહોદના રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો મસમોટો દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની પર પડ્યો હતો જેને લઈને વિધ્યાર્થીનીને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. જેને લઇને તેનું ઘટનામાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ વિધ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો હતો અને ડાબેણ ફળિયામાં રહેતા નરેશભાઇ મોહનિયાના પુત્રી અસ્મિતા હતી. તે વિધ્યાર્થીની ગત તારીખ 20મીના રોજ રામપુરાના મુખ્ય શાળાએ ભણવા ગઈ હતી.તે દરમિયાન સાંજના સમયે 4:30 વાગ્યાના અરસામાં ઘર જઇ રહી હતી અને તે દરમિયાન અચાનક જ તેની ઉપર દરવાજો પડવાને કારણે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અહીં શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતા જોકે સારવાર દરમિયાન  કિશોરી બચી શકી ન હતી અને કમકમાટી ભર્યું તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવને પગલે શાળા પ્રશાસન અને સ્થાનિક તંત્ર સામે બેદરકારીના કારણે રોષ જોવા મળી રહ્યો છે.આવડી મોટી દુર્ઘટના બની હોવા છતાં પણ હજુ સીધી જવાબદારો સામે કાર્યવાહી પણ થઇ નથી તેવામાં તાત્કાલિક ધોરણે આ બનાવને લઈને કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉભી થઇ રહી છે.

संबंधित पोस्ट

પાટણ જીલ્લાના રાધનપુર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાનમાં ગેરરીતિ થતા પરત પૈસા કરવા નોટિસ

Admin

कड़ाके की ठंड की वजह से काम करने में आ रही है दिक्कतें, लेकिन घर चलाने के लिए काम करना है जरूरी

Admin

આજ રોજ સવાર કલાક 11.01 વાગ્યાનો કૉન્ટ્રોલ મેસેજ હતો

Karnavati 24 News

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

Admin

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

Admin

ઈમ્પેક્ટ ફીની મુદ્દત વઘારવાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Admin