Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં ઇશ્વરીયા પાર્ક નજીક અંદાજે 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેકનોલોજીની પ્રગતિઓને નિહાળી લોકો અભિભૂત થાય છે. કેન્દ્રપ્રાચીનથી માંડીને અર્વાચીનની યાત્રા ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી મારફત ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ રિજનલ સાયન્સ સેન્ટર્સબનાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત રાજકોટ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની છ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે તેવી છે. વિવિધ વિસ્તારો માટે મહત્વનું કેન્દ્ર રીજીયોનલ સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણોમાં વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપનું આયોજન કરવા માટેની ઉત્તમોત્તમ સુવિધા જેવી કે, 3ડી થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવિધા પણ છે. આમ રાજકોટનું આ કેન્દ્ર વિજ્ઞાન પ્રેમીઓની કૂતુહલતાને પ્રેરિત કરતું અનુપમ વિજ્ઞાન કેન્દ્ર બની રહેશે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા નજીકના જિલ્લાઓના વિજ્ઞાન પ્રેમીઓની જ્ઞાન પિપાસા સંતોષવાનું આ મહત્વનું કેન્દ્ર બની રહેવાનું છે અલગ-અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ વિકસાવવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

શરદી-ખાંસીના દર્દીના કોરોના ટેસ્ટ માટે ઓર્ડર. . . . .

Admin

मेरठ : किसानो को मुफ्त बिजली की घोषणा नहीं हुई पूरी, 125 करोड़ 76 हज़ार किसानो पर बाकी

मिर्तक अश्रित संघर्ष कमेटी पटियाला ने अपनी जायज मांगों को लेकर बिजली बोर्ड के प्रधान कार्यालय के बाहर धरना दिया।

Admin

કોરોનાવાયરસ પછી ચીનમાં ધુમ્મસનો કહેર, ઝેંગઝોઉ શહેરમાં 200 વાહનો એકબીજા પર ચઢ્યા

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin