Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

પોરબંદર શહેરના છાંયા બિરલા રોડ નજીક કાર્યરત માય છોટા સ્કુલ-પ્રી સ્કૂલ ખાતે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ

પોરબંદર શહેરના છાંયા બિરલા રોડ નજીક કાર્યરત માય છોટા સ્કુલ-પ્રી સ્કૂલ ખાતે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળા સંચાલક મયુર કુહાડા તથા રુહીબેન કોટીયા દ્વારા 1થી 6 વર્ષના બાળકોને પાયાના ઘડતરનું શિક્ષણ આપવામા આવે છે. જેમાં સંસ્કાર સાથે શિક્ષણ, યોગ અને આરોગ્યની કાળજી પણ લેવામા આવે છે. નીતી નિયમનું પાલન સાથે વાર્ષિક ઉત્સવથી પણ માહિતગાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે માય છોટા સ્કૂલના તથા અન્ય બાળકો માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ બાળકોની હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ અને સાથે જ ચેકઅપ બાદ દવા પણ આપવામા આવી હતી. આ ભગીરથ સેવામાં ડૉ.રાહુલ કોટીયા જેમણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તથા વાલીઓને બાળકોના તંદુરસ્ત આરોગ્ય માટે વિશેષ સમજણ આપવામાં આવી હતી. પોરબંદર શહેરના છાંયા બિરલા રોડ નજીક કાર્યરત માય છોટા સ્કુલ-પ્રી સ્કૂલ ખાતે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળા સંચાલક મયુર કુહાડા તથા રુહીબેન કોટીયા દ્વારા 1થી 6 વર્ષના બાળકોને પાયાના ઘડતરનું શિક્ષણ આપવામા આવે છે. એવા જ આયુર્વેદિક હોસ્પિટલ વેલનેસ સેન્ટર અને જિલ્લા યોગ ગુરુ હાર્દિક તન્ના જેમણે બાળકોના વાલીને જીવનની દિનચર્યા અને નિરોગી હેલ્થ માટે ખૂબ જ વિસ્તૃત અને ઉંડાણપૂર્વક સરળ શૈલીમાં માહિતગાર કરેલ હતા.

संबंधित पोस्ट

दिल्ली में पारा 5.5 डिग्री सेल्सियस पहुंचा, जानें मौसम और प्रदूषण का पूरा हाल

Admin

दिल्ली में कड़ाके की ठंड, एनसीआर में कोहरा, पालम में दृश्यता घटी

Admin

पीएम मोदी ने देशवासियों को पारंपरिक नव वर्ष की बधाई दी, ‘सुख और समृद्धि’ की कामना की

Karnavati 24 News

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

Admin

અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની તકલીફો માં થઈ શકે છે વધારો…

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin