લગ્ન પ્રસંગમાં આવેલા અજાણ્યા ટેણીએ કરી પાકીટની ચોરી … મહેસાણા શહેરમાં આવેલા વિશ્વ કર્મા વાડી ખાતે બન્યો બનાવ … લગ્ન પ્રસંગ માં એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી … દોઢ લાખની રકમ ના પર્શ સાથે તે ટેણીઓ નજર ચૂકવી થયો ફરાર …. આ સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ … કેસમાં હાલમાં અજાણ્યા શખ્સ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ … અજાણ્યા ટેણીયા સામે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત ચેક કરી વધુ તજવીજ હાથ ધરી … મહેસાણા શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા ટેણીયા દ્વારા પાકીટની ચોરીની ઘટના સામે આવી છે લગ્ન પ્રસંગમાં એક ટેણીયા દ્વારા લોકોની નજર ચુકવી પૈસા ભરેલ બેગની ઉઠાંતરી કરવામાં આવેલ છે 1.50 લાખની રકમના પર્સ સાથે આ ટેણીયો લોકોની નજર ચુકવી અને રૂપિયાની બેગ લઈને ફરાર થયો છે હાલમાં આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવી માં કેદ થઈ છે હાલમાં આ ધટના ને લઈ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી અને સીસીટીવી ફૂટેજ આઘારે સહિત ચેક કરી વધુ તજવીજ હાથ ધરવામાં આવેલ છે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં જયદીપકુમાર બચુભાઇ ઉમીયાશંકર વ્યાસ ની ફરિયાદ નાં આઘારે કલમ-૩૭૯ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
