અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં 100 બેડ, આઇસીયું, લેબોરેટરી, મેડિસિન અને ઓક્સિજન પ્લાન્ટની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ
કોરોનાની પાંચમી લહેરની શરૂઆત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલી સૌથી મોટી ફતેસિંહ ગાયકવાડ હોસ્પિટલમાં સંભવિત કોરોનાને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
હાલ કોરોના પાડોશી દેશોમાં વકર્યો છે. ચીનમાં પણ નવા વેરિયન્ટ સાથે કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે તેની અસર ભારત અને ગુજરાતમાં પણ વર્તાવાની શકયતા છે. ત્યારે જો કોરોનાની પાંચમી લહેર ગુજરાતમાં આવે તો રાજ્ય આરોગ્ય તંત્રએ રાજ્યના તમામ જિલ્લાની હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર તૈયાર કરવા સૂચના આપી દીધી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની વાત્રક હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા કોવિડ સેન્ટર તૈયાર કરાયું છે. હાલ 100 બેડના વોર્ડ, આઇસીયું, લેબ, તેમજ તમામ જરૂરી દવાઓથી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ભવિષ્યમાં જો કોરોનાની પાંચમી લહેર આવે તો અરવલ્લીની વાત્રક હોસ્પિટલ સજ્જ છે તેમ મેનેજીંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું.કોરોનાની પાંચમી લહેરની શરૂઆત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલી સૌથી મોટી ફતેસિંહ ગાયકવાડ હોસ્પિટલમાં સંભવિત કોરોનાને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
